મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

મારપીટના 5 વર્ષ જુના કેસમાં દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતીને 2 વર્ષની સજા-એક લાખનો દંડ

દંડ નહીં ભરે તો એક મહિનાની વધુ સજા ભોગવવી પડશે : કેસમાં અન્ય ચાર લોકો દોષમુક્ત જાહેર થયા

નવી દિલ્હી : મારપીટના એક પાંચ વર્ષ જુના કેસમાં આપના ધારાસભ્ય સોમનાથ ભારતી દોષી  ઠર્યા છે  રાઉજ એવન્યુ કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. જે અંગે કોર્ટે કહ્યું કે જો એક લાખ રૂપિયા દંડ નહીં ભરે તો એક મહિનાની વધુ સજા ભોગવવી પડશે.

જો કે આપ નેતાએ પોતાને પ્રોબેશન પીરિયડ પર છોડવાનો કોર્ટને અનુરોધ કર્યો છે. કેસમાં અન્ય ચાર લોકોને કોર્ટે દોષમુક્ત જાહેર થયા છે

રાઉજ એવન્યુ કોર્ટે શનિવારે સોમનાથ ભારતીને જાણીજોઇને ઇજા પહોંચાડવા, સરકારી કર્મચારીના કામમાં અવરોધ સર્જવા તેના પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બાબતે દોષી  ઠેરવ્યા હતા.

કોર્ટે આ કેસમાં સોમનાથ ભારતી ઉપરાંત અન્ય ચાર લોકોને દોષમુક્ત છોડી દીધા. પછી સોમનાથના વકીલે જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી લીધી અને 20000 રૂપિયાના પર્સનલ બોન્ડ (જાતમુચરકા) પર જામીન આપી દીધા હતા.

આપના ધારાસભ્ય સામે 2016માં દિલ્હી એમ્સ હોસ્પિટલના સુરક્ષા કર્મી સાથે મારપીટનો કેસ થયો હતો. એમ્સના ચીફ સિકયોરિટી ઓફિસરની ફરિયાદના આધારે સપ્ટેમ્બર 2016માં સોમનાથ ભારત સામે કેસ દાખલ કરવામાં આવ્યું હતું.

કોર્ટે બંને પક્ષોની તમામ દલીલો સાંભળ્યા બાદ સજા)નો ચુકાદો આપ્યો. ચુકાદા અંગો સોમનાથના વકીલ હરિહરને કોર્ટમાં દલીલ દરમિયાન તપાસમાં સંપૂર્ણ સહકાર અપાયાની રજૂઆત કરી હતી. સાથે જણાવ્યું હતું કે 2016ની ઘટના વખતે કોઇને પણ ઇજા પહોંચાડવાનો ઇરાદો નહતો. લોકોના કહેવાથી જ સોમનાથ એમ્સમાં ગયા હતા.

વકીલ હરિહરને પોતાના અસીલને પ્રોબેશન પર મુક્ત કરવા અપીલ કરી હતી. વકીલે દલીલ કરી કે સોમનાથ એકમાત્ર ધારાસભ્ય છે, જેઓ ફોન પર પણ જનતાની સમસ્યાઓ સાંભળે છે.

વકીલે વધુમાં જણાવ્યું હતું કે સોમનાથને પહેલી વખત ગુનેગાર (somnath bharti jail) ઠેરવવામાં આવ્યા છે. તેઓ પરિવારમાં એક માત્ર કમાનાર વ્યક્તિ છે. તેમના પર બીમાર માની અને નાના-નાના બે બાળકોની જવાબદારી પણ છે.

સોમનાથ ભારતી પર આ સિવાય પણ કેસ છે. અગાઉ તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ટિપ્પણી કરવા બદલ લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. સોમનાથ પર અમેઠી એને રાયબરેલીમાં પણ બે કેસ નોંધાયેલા છે.

(7:06 pm IST)