મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

લાલુ યાદવની સ્થિતિ ગંભીર : એર એમ્બ્યુલન્સથી દિલ્હી AIIMS રવાના : ગ્રીન કૉરિડોર બનાવાયો

લાલુ યાદવના ફેફ્સામાં પાણી ભરાયુ : કિડની 25 ટકા જ કામ કરી રહી છે

રાંચી :લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ગંભીર છે અને તેમણે વધુ સારવાર માટે નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એર એમ્બ્યુલન્સથી લાલુ પ્રસાદ યાદવને ગ્રીન કૉરિડોર કરી રાંચીથી દિલ્હી લઇ જવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અનુસાર તેમના ફેફ્સામાં પાણી ભેગુ થઇ ગયુ છે. લાલુ પ્રસાદ યાદવ 72 વર્ષના છે.

આ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતીએ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી હતી.

આ પહેલા અડધી રાત્રે લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ તેજસ્વી યાદવે કહ્યુ કે લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ચિંતાજનક છે. મહત્વપૂર્ણ છે કે ચારા કૌભાંડમાં દોષી થયા બાદ લાલુ યાદવ રાંચીની જેલમાં બંધ છે. રાંચીની રિમ્સમાં તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી છે

લાલુ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ તેજસ્વી યાદવે કહ્યુ કે, લાલુ યાદવની હાર્ટની સર્જરી કરવામાં આવી છે. તેજસ્વીએ કહ્યુ કે તેમના પિતાની કિડની 25 ટકા જ કામ કરી રહી છે, લાલુ યાદવને ક્રૈટનાઇન લેવલ પણ વધી ગયુ ચે. આ બધા વચ્ચે ફેફ્સાનું સંક્રમણ ચિંતાનો વિષય છે.

તેજસ્વીએ કહ્યુ કે લાલુ યાદવના ફેફ્સામાં પાણી ભરાઇ ગયુ છે, તેમણે કહ્યુ કે તેમણે ન્યૂમોનિયા પણ થઇ જાય છે, જે આ ઉંમરમાં બરાબર નથી. ગુરૂવારે લાલુ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, તપાસ બાદ ખબર પડી કે લાલુ નિમોનિયાથી પરેશાન છે. જેને કારણે લાલુનો ચહેરો પણ ફુલી ગયો હતો.

(7:47 pm IST)