મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

કિસાન સંગઠનના ૭૫ વર્ષના ખેડૂત કાર્યકર્તાની આત્મહત્યા

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન : આંદોલનમાં સામેલ અમૃતસરના રતનસિંહે આત્મહત્યા કરી લેતા તેમના ગામમાં ભારે શોકનું મોજું ફેલાઈ ગયું

નવી દિલ્હી, તા. ૨૩ : કૃષિ કાયદાઓની સામે ખેડૂત સંગઠનોનું આંદોલન દિલ્હીની બોર્ડર પર ચાલી રહ્યું છે. વચ્ચે આજે એક કિસાન સંગઠનના કાર્યકર્તાએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ રતન સિંહ છે. અને તેઓની ઉંમર ૭૫ વર્ષ હતી. જણાવી દઈએ કે, ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચેની ૧૧મી વાતચીત થઈ હતી. પણ વાર્તા નિષ્ફળ રહી હતી.

જણાવી દઈએ કે, સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદાઓની સામે હજાર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પણ આ વચ્ચે શનિવારે અમૃતસરના રતનસિંહે આત્મહત્યા કરી લીધી હતી. તો પંજાબના ખેડૂત મજદૂર સંઘર્ષ સમિતિના કાર્યકર્તા હતા. તેઓના મોતની ખબર ગામડે પહોંચી તો ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. રતન સિંહ અનેક દિવસોથી આંદોલનમાં સામેલ હતા. હાલ કૃષિ કાયદાઓની સામે ખેડૂતોનું આંદોલન ૫૦ દિવસોથી પણ વધારે દિવસથી ચાલુ છે. અત્યાર સુધી આ આંદોલનમાં અનેક ખેડૂતોનાં મોત થઈ ચૂક્યા છે. તો અનેક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી લીધી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની વાતચીત સતત નિષ્ફળ થઈ રહી છે. જેને કારણે આંદોલન સતત ચાલી રહ્યું છે. ખેડૂતોની માગ છે કે સરકાર કાયદાઓ પરત લઈ લે. જેને લઈ ખેડૂતે સરકારનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો હતો.

(8:59 pm IST)