મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કોરોનાને કારણે દેશમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમના લગ્ન રદ કર્યાની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી: કોવિડ માર્ગદર્શિકા રવિવારે મધરાતથી કડક કરવામાં આવી

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કોરોનાને કારણે દેશમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમના લગ્ન રદ કર્યાની  પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જો કે  આર્ડર્ને તેના લગ્નની તારીખ જાહેર કરી નથી.ઇન્ડોર હોસ્પિટાલિટી સેટિંગ્સ જેમ કે બાર અને રેસ્ટોરન્ટ્સ અને લગ્ન જેવા ઇવેન્ટ્સ ૧૦૦ લોકો સુધી મર્યાદિત રહેશે." આર્ડેને જણાવ્યું હતું કે જો લોકો વેન્યુ વેકસીન પાસનો ઉપયોગ ન કરતા હોય તો આ મર્યાદા ૨૫ લોકો સુધી મર્યાદિત કરવામાં આવી છે.ન્યુઝીલેન્ડમાં કોરોના સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કોવિડ માર્ગદર્શિકા રવિવારે મધરાતથી કડક કરવામાં આવી છે.

(12:05 pm IST)