મુખ્ય સમાચાર
News of Monday, 23rd January 2023

પોલીસ મોકડ્રીલમાં આતંકવાદી બોલ્‍યો અલ્લાહ હુ અકબર : નોંધાયો કેસ

ઔરંગાબાદમાં પોલીસની મોકડ્રીલ વિવાદમાં આવી ગઇ છે

મુંબઇ તા. ૨૩ : મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પોલીસની મોકડ્રીલ વિવાદમાં આવી ગઈ છે. આ મોક ડ્રીલ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ લગાવવામાં આવ્‍યો છે કે, મોક ડ્રીલ દરમિયાન એક ચોક્કસ ધર્મની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. રવિવારે પોલીસે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે, ભવિષ્‍યમાં આવી ભૂલો ન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. મોકડ્રીલ દ્વારા પોલીસ આતંકીઓને કાબૂમાં લેવા માટે કવાયત કરી રહી હતી.

પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્‍યું છે કે, મોકડ્રીલમાં ધાર્મિક લાગણી ભડકાવવાની ગતિવિધિઓ કરવામાં આવી હતી. મોક ડ્રીલમાં આતંકવાદીઓના જૂથને મુસ્‍લિમ તરીકે દર્શાવવામાં આવ્‍યું હતું. ફરિયાદીએ ન્‍યૂઝ એજન્‍સીને કહ્યું હતુ કે, ‘મોક ડ્રિલ દરમિયાન પોલીસે કહ્યું કે આતંકવાદીને કેવી રીતે કાબૂમાં લાવવા જોઈએ. આ દરમિયાન પોલીસની મુસ્‍લિમ પ્રત્‍યેની નફરત બહાર આવી હતી.'

ફરિયાદીએ કહ્યું, ‘આતંકવાદીની ભૂમિકા ભજવી રહેલા વ્‍યક્‍તિએ મોક ડ્રીલ દરમિયાન ‘અલ્લાહ હુ અકબર'ના નારા લગાવ્‍યા હતા, જે અમને પસંદ નહોતું.' મોક ડ્રીલમાં મુસ્‍લિમોને સોફટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મોક ડ્રીલમાં મુસ્‍લિમો શા માટે વેશપલટો કરી રહ્યા છે? તમે દાઢી, મૂછ, કુર્તા-પાયજામા પહેરીને કેમ કહો છો કે આતંકવાદી આવો દેખાય છે?'

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લ્‍ભ્‍ રવિન્‍દ્ર સિંહ પરદેશીએ કહ્યું છે કે, ભવિષ્‍યમાં આવી ભૂલો ટાળવાના પ્રયાસો કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્‍કેનર હેઠળ આવેલી આ મોકડ્રીલ ગત ૧૧ જાન્‍યુઆરીએ ઔરંગાબાદમાં મહાકાલી મંદિરમાં કરવામાં આવી હતી. સ્‍થાનિક પોલીસ ઉપરાંત આતંકવાદ વિરોધી ટુકડી, સ્‍પેશિયલ યુનિટ C-60 અને અન્‍ય દળો આમાં સામેલ હતા.

(11:02 am IST)