હ્યુસ્ટન મેરેથોન :15 જાન્યુઆરી,રવિવારના રોજ યોજાયેલી 51મી શેવરોન હ્યુસ્ટન મેરેથોનમાં 27,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો
હ્યુસ્ટન: જ્યારે ભારતીય અમેરિકન સમુદાય સંક્રાંતિ, પોંગલ, લોહરી અને અન્યના શિયાળાના તહેવારોની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે સમુદાયના કેટલાક લોકોએ 15 જાન્યુઆરી, રવિવારના રોજ યોજાયેલી 51મી શેવરોન હ્યુસ્ટન મેરેથોનમાં ભાગ લેવા અને સ્વયંસેવક બનવા માટે તૈયારી કરી હતી.
27,000 સહભાગીઓ, અને દોડવીરો દ્વારા સ્થાપિત અગાઉના રેકોર્ડ તોડ્યા. સમગ્ર હ્યુસ્ટનમાં દોડવા માટે તમામ 50 રાજ્યો અને એક ડઝનથી વધુ દેશોના સહભાગીઓ ભેગા થયા હતા. સેવા ઇન્ટરનેશનલના SELF ના ચાલીસથી વધુ સભ્યો પણ જોડાયા હતા .તથા વોલન્ટિયર્સ તરીકે સેવાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે સેવા ઈન્ટરનેશનલ, અગ્રણી હિન્દુ ધર્મ આધારિત ભારતીય અમેરિકન બિન-લાભકારી સંસ્થાછે.જે પચીસ યુએસ સ્ટેટ્સમાં 43 ચેપટર્સ સાથે, આપત્તિ બચાવ, રાહત અને પુનર્વસન કામગીરીમાં બહોળો અનુભવ ધરાવે છે.તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે.