મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

પુણેના VVIP લગ્નસમારોહમાં નિયમો ધજાગરા ઉડ્યા : FIR દાખલ :પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતા હતા મેહમાન

લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. તેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ઉદ્ધવ સરકારે વધી રહેલા કોરોનાના કેસોને જોતા કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. આ વચ્ચે પુણેમાં એક VVIP લગ્ન સમારંભમાં જરૂર કરતા વધારે લોકોના પહોંચવા પર કેસ દાખલ થયો છે. આ લગ્ન સમારંભ પૂર્વ સાંસદ ધનંજય મહાડિકને ત્યાં હતો. તેમના પુત્રના લગ્નમાં અનેક VVIP લોકો માસ્ક વગર જોવા મળ્યા. તેમાં પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી પણ સામેલ હતા

કોરોના નિયમોના ઉલ્લંઘન કરવા પર ભાજપના પૂર્વ સાંસદ ધનંજય મહાડિક, લક્ષ્મી લોન્જના માલિક વિવેક મગર અને મેનેજર નિરૂપલ કેદાર વિરુદ્ધ હડપસર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ જાણકારી વરિષ્ઠ પોલીસ નિરિક્ષક બાલકૃષ્ણ કદમે આપી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા.

રવિવારે ભાજપના પૂર્વ સાંસદના પુત્રના લગ્ન થયા હતા. આ દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઇ રાજ્યના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ માસ્ક લગાવવાની કડક સૂચના આપી હતી, પરંતુ આ લગ્ન સમારંભમાં નેતા જ નિયમોના ધજાગરા ઉડાડતા નજરે પડ્યાહતા 

(9:56 am IST)