મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

સીનીઅર સીટીઝન ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ માત્ર સીનીઅર સીટીઝન કે માતાપિતા જ અપીલ કરી શકે : અન્ય માટે કોઈ જોગવાઈ નથી : મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો

ચેન્નાઇ : તાજેતરમાં  મદ્રાસ હાઇકોર્ટે આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે મેઇન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ સીનીઅર સીટીઝન એક્ટ 2007 મુજબ ટ્રિબ્યુનલે આપેલા આદેશ વિરુદ્ધ માત્ર સીનીઅર સીટીઝન કે માતાપિતા જ અપીલ કરી શકે . તેવું ઉપરોક્ત એક્ટની કલમ 16 માં સ્પષ્ટપણે દર્શાવાયું છે. અન્ય માટે કોઈ જોગવાઈ નથી.

નામદાર કોર્ટએ વિશેષમાં નોંધ્યા મુજબ ટ્રીબ્યુનલના ચુકાદા વિરુદ્ધ સીનીઅર સીટીઝન કે માતાપિતા માટે અપીલ કરી શકવા માટે 60 દિવસની મર્યાદા છે.તેવું કે.રાજુ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં જણાવ્યું હતું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)