મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

૭૭૭ સીરીઝના ૨૪ વિમાનોની ઉડાન ઉપર અસ્થાયી રોકઃ જાપાનમાં તમામ પ્લેનનો ઉપયોગ બંધ

શનિવારે થયેલ અકસ્માતમાં ૨૪૧ લોકો માંડ-માંડ બચ્યા હતા

વોશીંગ્ટનઃ અમેરિકી નિયામકોએ તે બધા બોઇંગ ૭૭૭ વિમાનોના વધુ નિરીક્ષણનો આદેશ આપ્યો છે. જેનામાં એવા જ એન્જીન છે જે શનિવારે અકસ્માતનો શિકાર બનેલ પ્લેનમાં હતુ. યુનાઇટેડ એરલાન્સે આ સીરીઝના ૨૪ વિમાનોની ઉડાન ઉપર પોતાના તરફથી તાત્કાલીક રોક લગાવી છે. જયારે જાપાને ૭૭૭ સીરીઝના વિમાનોનો ઉપયોગ જ વિલંબીત કર્યો છે. જેમાં પ્રૈટ એન્ડ વ્હિટની ૪૦૦૦ એન્જીન છે.

શનિવારે અમેરિકાના ડેનવર થી હોનોલુલુ જઇ રહેલ યુનાઇટેડ એરલાઇન્સ બોઇંગ ૭૭૭-૨૦૦ વિમાનના એન્જીનમાં અચાનક આગ લાગી હતી. દરમિયાન વિમાનમાં ૨૩૧ યાત્રી અને ૧૦ કર્મચારી સવાર હતા. વિમાનના ટુકડા એક ઘર પાસે પડયા હતા પણ પાયલોટની સુઝબુઝથી ઇમરજન્સી લેન્ડીંગ સંભવ થતા તમામનો બચાવ થયેલ છે.

(2:43 pm IST)