મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

આ અમેરિકાની સુપ્રીમ કોર્ટ નથી : લો સ્ટુડન્ટે ' યોર ઓનર ' તરીકે સંબોધન કરતા સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસની ટકોર

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયધીશોને ' યોર ઓનર ' તરીકે  લો સ્ટુડન્ટે સંબોધન કરતા ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠે ટકોર કરી જણાવ્યું  હતું કે આ અમેરિકાની કોર્ટ નથી જ્યાં ન્યાયધીશોને યોર ઓનર તરીકે સંબોધન કરવામાં આવે છે.

ચીફ જસ્ટિસ શ્રી બોબડે એ જણાવ્યું હતું કે તમે યોર ઓનર તરીકે ખોટું સંબોધન કરી રહ્યા છો તે અમે છેલ્લા ચાર સપ્તાહથી સાંભળી રહ્યા છીએ.

નામદાર કોર્ટની ટકોરને ધ્યાને લઇ લો સ્ટુડન્ટે  તુરત જ માફી માંગી હતી અને કહ્યું હતું કે હવેથી હું માય લોર્ડ તરીકે ઉદબોધન કરીશ.

સહાયક કોર્ટમાં ન્યાયધીશોની  નિમણુંક બાબતે નામદાર જજ શ્રી વી.રામસુબ્રમનિયમે જણાવ્યું હતું કે તમે પૂરતું હોમવર્ક કરીને આવ્યા નથી.તેથી હવે તમે મલિક મઝહર સુલતાન કેસ ચુકી ગયા છો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:58 pm IST)