મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

કરાંચીના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો ક્રિકેટર દાનિશ કાનેરિયા

ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યા : મંદિરના ઇતિહાસ અને સંસ્કૃતિની વ્યાખ્યા કરી

કરાંચીઃ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કાનેરિયાને કરાંચીના મોહમ્મદ અલી જિન્ના રૉડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો,સ્વામિનારાયણ મંદિરે વર્ષ 2004માં 150 વર્ષ પુરા કર્યા છે, અને આ કરાંચીમાં એક હિન્દુ વિસ્તારમાં આવેલુ છે. કહેવાઇ રહ્યું છે કે આ મંદિરમાં માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લીમો પણ આવે છે.

દાનિશ કનેરિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યા છે, જેમાં પત્નીની સાથે મંદિરમાં તેની પુરી યાત્રાને બતાવવામાં આવી છે. વીડિયો એક બ્લૉગની જેમ બતાવવામાં આવ્યો છે, જેમાં મંદિરના ઇતિહાસ અને સંસ્કૃતિની વ્યાખ્યા છે. દાનિશ કનેરિયાએ દસ વર્ષ સુધા પાકિસ્તાન માટે ક્રિકેટ રમી છે.

તેને ભારત વિરુદ્ધ પણ મોટી સફળતા હાંસલ કરી છે. તેને ભારત વિરુદ્ધ રમાયેલી 11 ટેસ્ટ મેચોમાં 43 વિકેટ લીધી છે. આ લેગ સ્પિનરે ટેસ્ટ ક્રિકેટમાં 15 વાર પાંચ વિકેટ અને 2 વાર 10 વિકેટ લીધી છે.

દાનિશ કનેરિયા સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે, અને પાકિસ્તાનમાં પોતાના સામાજિક જીવન વિશે પણ વાત કરે છે. વીડિયોમાં તેની પત્ની ધર્મિતા કનેરિયા કહે છે કે સ્વામિનારાયણ મંદિરના પુજારીનુ કહેવુ છે કે મંદિર લગભગ 200 વર્ષ જુનુ છે. તે આગળ કહે છે કે મંદિર પરિસરમાં તમામ તહેવારોનો આનંદ લે છે. અહીં ઉત્સાહની સાથે હોળી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી મનાવવામાં આવે છે, જેમાં હજારો લોકો ભાગ લે છે.

ધર્મિતા પોતાની યુટ્યૂબ ચેનલ માટે સાંસ્કૃતિક વીડિયો બનાવે છે, મંદિર પરિસરમાં લોકોને રોકાવવા માટે એક આશ્રમ છે. આ મંદિર મોહમ્મદ અલી જિન્ના દ્વારા પણ જોવામાં આવ્યુ હતુ, અને મંદિરોની દિવાલો પર ગુજરાતી નક્કાશી ચે. 1989માં અમદાવાદના સાધુઓના એક સમૂહે મંદિરની મુલાકાત લીધી હતી. કનેરિયા વર્તમાનમાં પાકિસ્તાનના કરાંચી શહેરમાં રહી રહ્યો છે.

(12:14 am IST)