મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

અમેરિકા બાદ હવે ભારતમાં મળ્યો Ay.2 વેરિયન્ટ

દેશમાં ૪૫ હજાર સેમ્પલના સીકવન્સીંગ : વિશ્વના ૮૦ દેશોમાંફેલાયો ડેલ્ટા વેરિએન્ટ : મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના૨૧ કેસ : કાઠમંડુથી દિલ્હી આવેલા ૪૮ માંથી ૯ સેમ્પલમાં થઈ પુષ્ટિ

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં ડેલ્ટા વેરિએન્ટનાઅનેક પ્રકાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ સામે આવવા લાગ્યા છે. અત્યારસુધી દેશમાં તેનાથી સંક્રમિત ૨૨ દર્દી મળી ચુકયા છે જેમાંથી બે જિલ્લામાં જ ૧૬ કેસ છે. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ડેલ્ટા પ્લસ અત્યાર સુધી ૧૦ દેશોમાં મળી ચુકયા છે.

ભારતમાં રત્નાગીરી અને જલગાંવમાં૧૬ કેસ મળ્યા છે. જયારે અન્ય કેસ કેરળ, મધ્યપ્રદેશ, તામિલનાડુમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજયોને આદેશ આપીને કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગે કયાં પ્રકારના કરાય કરવાના છે. જમીની સ્તર પર તપાસને વધારવાની સાથે રાજયોમાં નિગરાની પર જોર આપવા માટે કહેવામાં આવ્યું છે.

તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર આ વેરિએન્ટનેફેલાવા દેવા માંગતી નથી. તેથી રાજયોને તેના પર ગંભીરતાથી કાર્ય કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અત્યારસુધી દેશમાં ૪૫ હજાર સેમ્પલની સિકવન્સીંગ થઇ રહી છે. દેશની ૨૮ લેબમાં સિકવન્સીંગ થઇ રહી છે. તેઓએજણાવ્યું કે ડેલ્ટા વેરિએન્ટથી ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ઉદભવે છે.

સચિવે કહ્યું કે કોરોનમાં મ્યુટેશન જોવા મળી રહ્યું છે. પરંતુ તેનાથી બચવા માટે એ રીત છે. ભીડથી દૂર રહેવું, માસ્ક અને હાથ વારંવાર ધોવા. તેથી લોકો માટે એ ખુબજ જરુરી છે કે કોરોના સતર્કતા નિયમોનું પાલન કરવું જોઈએ.

ભારતની સાથે નેપાળમાં પણ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ મળી ચુકયોછે. કાઠમંડુથીદિલ્હી જિનોમ સીકવન્સીંગમાટે આવેલા ૪૮ માંથી ૯ સેમ્પલમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે. whoના સહયોગથી જિનોમ સિકેંસિંગમાટે નેપાળ સતત સેમ્પલ દિલ્હી મોકલી રહ્યું છે.

આઈજીઆઈબીએજણાવ્યું કે ૯ જૂને ૪૮ સેમ્પલ સીકવન્સીંગમાટે પ્રાપ્ત થયેલાહતા. આ દરમ્યાન૯ સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. જયારે૪૮માંથી ૪૭ સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટનીપુષ્ટિ થઇ છે. આ અંગે નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલએએલર્ટ પણ કર્યું છે. કારણકેભારતમાં બીજી લહેરની સ્થિતિ બધાના ધ્યાનમાં રહેલી છે. નેપાળ, યુકે, અમેરિકા સહિત વિશ્વના દરેક પ્રભાવિત  ડેલ્ટા વેરિએન્ટ અંગે એલર્ટ થઇ ચુકયા છે.

દેશના આર્થિક પાટનગરમાં ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસમાં વધારો થયો છે.

(10:27 am IST)