મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

રોકાણકારોને તક :સોનાનો ભાવ હજુ બે મહિનાના તળીયે : ચાંદીમાં તેજીની ચમક

પોઝિટિવ ગ્લોબલ સંકેતોના કારણે સોના ચાંદીના ભાવમાં સુધારો

નવી દિલ્હી : સોના ચાંદીમાં ધીમો વધારો થઇ રહ્યો છે એમસીએક્સ પર સોના વાયદામાં હળવા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ગત સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છતાં સોનાનો ભાવ હજુ બે મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. આજે ગોલ્ડ 47000 પ્રતિ 10 ગ્રામ પર છે. ત્યારે ચાંદી 0.46 ટકા વધારા સાથે 67823 રુપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ દ્વારા વ્યાજ દરોમાં તેજીથી વધારો કરવાની વાત કર્યા બાદ પોઝિટિવ ગ્લોબલ સંકેતોના કારણે ભારતમાં સોનાની કિંમતોમાં બુધવારે તેજી આવી છે.

ગત એક અઠવાડિયામાં વૈશ્વિક સોનાના દરોમાં ઉતાર ચઢાવ આવ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં હાજર સોનુ 0.1 ટકા વધારા સાથે 1780.06 ડોલર પ્રતિ ઔંસ પર છે. રોયટર્સના જણાવ્યાનુંસાર અમેરિકન સોના વાયદો 1, 777.60 ડોલર પ્રતિ ઓંસ પર સ્થિર હતુ.

 

ગુડ્સરિટર્ન વેબસાઈટના મુજબ 23 જૂન 2021થી 24 કેરેટ ગોલ્ડનો ભાવ તમામ શહેરોમાં અલગ અલગ છે. રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 50350 રુપિયા, ચેન્નાઈમાં 48600 રુપિયા, મુંબઈમાં 47110 રુપિયા, કોલકત્તામાં 48980 રુપિયા, બેંગ્લોરમાં 48110 રુપિયા છે.

(1:49 pm IST)