મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો : ભારતને 8 વિકેટથી પરાજય આપીને વિજેતા બન્યું

કીવી ટીમે જીત્યો પહેલો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ : કેન વિલિયમસન-રોસ ટેલરે ભજવી મહત્વની ભૂમિકા, સરળતાથી પૂરો કર્યો 139 રનનો ટાર્ગેટ : કેપ્ટન વિરાટ કોહલી ફરી એક વાર આઈસીસી ખિતાબ જીતવામાં નિષ્ફળ

ન્યૂઝીલેન્ડએ ભારતને 8 વિકેટે પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. સાથે ન્યુઝીલેન્ડ ટિમ પ્રથમ વખત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી છે. ન્યૂઝીલેન્ડે ભારતીયોનું ખિતાબ જીતવાનું સપનું તોડી નાખ્યું છે.
ન્યૂઝીલેન્ડે રિઝર્વ ડે સુધી ખેંચાયેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ખિતાબી મુકાબલામાં ભારતને 8 વિકેટથી પરાજય આપ્યો છે. ભારતને બીજી ઈનિગને આધારે 139 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડ 45.5 ઓવરમાં 2 વિકેટના ભોગે 140 રન બનાવી લીધા હતા. આની સાથે ન્યૂઝીલેન્ડે WTC જીતનારી પહેલી ટીમ બનવાનું પણ ગૌરવ પોતાને નામે કરી લીધું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્પિનર રવિચંદ્રન અશ્વીને ન્યૂઝલેન્ડની શરુઆતની બે વિકેટ ઝડપી લીધી હતી. તેણે ટોમ લાથમને પંતના હાથે સ્ટંપ કરાવી દીધો હતો. લાથમ 41 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ડેવોન કોનવે 19 રન પર LBW થયો હતો. આ વિકેટની સાથે અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે 71 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પેસર પૈટ કમિન્સને પણ પાછળ રાખી દીધો છે.
139 રનનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમે સારી શરુઆત કરી હતી. ટોમ લાથમ અને ડેવોન કોનવેની જોડીએ 33 રન કર્યાં હતા. અહીં ટીમ ઈન્ડીયાને શરુઆતની વિકેટની જરુર હતી પરંતુ બન્નેએ 13 ઓવર સુધી વિકેટને દૂર રાખી હતી. જોકે રવિચંદ્રન અશ્વિને 14 મી ઓવરના ત્રીજા બોલમાં ટોમ લાથમને આઉટ કરાવી દીધો હતો.

વિકેટકિપર ઋષભ પંત તબિયત ખરાબ હોવાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઋદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરવા આવ્યો હતો. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ સાઉથમપ્ટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમાં રમાઈ હતી. ભારતનો બીજો દાવ ફક્ત 170 રનોમાં પૂરો થઈ ગયો હતો અને આ રીતે ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડને જીત માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
24 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 60 રનમાં 2 વિકેટ હતો. ટેલરે અશ્વિનની એક ઓવરમાં બે ચોગ્ગા લગાવ્યાં હતા. અશ્વિને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે બન્ને ઈનિંગ્સમાં પહેલી વિકેટ લીધી. અશ્વિન 2010 પછી ઈંગ્લેન્ડમાં આવું 2 વાર કરનાર પહેલો બોલર બની ગયો છે. 2010 પછી અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં 3 વખત સ્પિનર્સે બન્ને ઈનિગ્સમાં પહેલી વિકેટ લીધી છે.

 

(11:43 pm IST)