મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

ભારતની પાંચ હેક્ટર જમીન પર નેપાળનું અતિક્રમણ : વન વિભાગે સરકારને રિપોર્ટ મોકલ્યો : સર્વે ટીમ ઉકેલ શોધશે

ઉત્તરાખંડ : નેપાળે ભારત-નેપાળ સરહદ પર ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. અતિક્રમણ કરાયેલી જમીન પર પાકાં મકાનોની સાથે હંગામી ઝૂંપડા અને દુકાનો પણ બનાવવામાં આવી છે. આ અંગે અનેક વિવાદો થયા છે.

ભારત-નેપાળ સરહદે ભારતીય જમીન પર નેપાળનું અતિક્રમણ વર્ષોથી વધ્યું છે. અત્યાર સુધી નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. જેનો રિપોર્ટ SSB તેમજ વન વિભાગ દ્વારા સરકાર અને ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ટનકપુરની શારદા રેન્જને અડીને આવેલા ભારત-નેપાળ સરહદના શારદા દ્વીપ સહિત બ્રહ્મદેવના અનેક સ્થળોએ 30 વર્ષથી અતિક્રમણ છે.

કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 1995 પહેલા પણ ભારતની જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે નેપાળ હાલમાં ભારતના લગભગ પાંચ હેક્ટર જંગલ વિસ્તાર પર અતિક્રમણ કરી રહ્યું છે. જેને નેપાળ પોતાના હોવાનો દાવો કરવા આવ્યું છે. જ્યારે આ જમીનને લઈને અનેક સરહદી વિવાદો થયા છે. આ અતિક્રમણવાળી જગ્યાઓ પર નેપાળના પાકાં મકાનો તેમજ હંગામી ઝૂંપડાં અને દુકાનો બનાવવામાં આવી છે.

જોકે, એસએસબી અને વન વિભાગે તેમના સ્તરેથી સરકારને અતિક્રમણનો રિપોર્ટ મોકલી આપ્યો છે. એસએસબીના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અભિનવ તોમરે કહ્યું કે તાજેતરમાં કોઈ અતિક્રમણ થયું નથી. પરંતુ નેપાળના અતિક્રમણનો અહેવાલ ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો છે. હવે માત્ર સર્વે ઓફ ઈન્ડિયા અને સર્વે ઓફ નેપાળની ટીમો જ ઉકેલ શોધશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:41 am IST)