મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

રાષ્‍ટ્રપતિની ચુંટણી માટે ભાજપા પાસે પુરતા મત નથીઃ યશવંતસિંહા

અમારી નજર નોન ભાજપા મત પર રહેશે

નવી દિલ્હી : ૧૮ જુલાઈ એ થનાર રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે યશવંતસિંહાને મંગળવારે વિપક્ષના સંયુકત ઉમેદવાર જાહેર કરાયા છે. જે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે ચુંટણી લડશે.યશવંત સિંહાએ વાજપાયીજીના નેતૃત્‍વવાળી ૧૯૯૮ અને ર૦૦૦ની સરકારોમાં નાણાપ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે કામ કર્યુ હતું. ૨૦૧૮માં ભાજપા છોડયા પછી તેઓ મોદી સરકારના સૌથી મોટા ટીકાકાર બની ગયા હતા. યશવંતસિંહાએ ઇન્‍ડીયન એકસપ્રેસ સાથેના એક ઇન્‍ટરવ્‍યુમાં કહયું કે ભાજપા પાસે રાષ્‍ટ્રપતિની ચુંટણી માટે પુરતા મત નથી અને તેઓ માને છે કે નોન ભાજપા પક્ષોનો તેમને ટેકો મળશે પણ અમે તે મત મેળવવા માટે સ્‍પર્ધા કરી રહયા છીએ.

(1:04 pm IST)