મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

દેવુ ચુકવવા ગીલગીટ-બાલીસ્‍તાનને ચીનના હવાલે કરી શકે છે પાકિસ્‍તાન

નવી દિલ્‍હી, તા., ર૩: પાકિસ્‍તાન ચીન પાસેથી સતત કર્જ લઇ રહયું છે.  ગઇકાલે પાકિસ્‍તાને  ચીન પાસેથી ર.૩ મીલીયન ડોલર લોન લીધી છે. રીપોર્ટસ જણાવે છે કે ચીનનું વધી ગયેલું દેવુ ચુકવવા પાક અધિકૃત કાશ્‍મીરના ગીલગીટ-બાલીસ્‍તાન ક્ષેત્રને પાકિસ્‍તાન ચીનને ભાડા પટ્ટે આપી શકે છે.

અલ અરબીયા પોસ્‍ટ સાથે વાત કરતા કારાકોરમ નેશનલ મુવમેન્‍ટના અધ્‍યક્ષ મુમતાઝ નગરીએ શંકા દર્શાવી છે કે પહેલાથી જ ઉપેક્ષીત રહેલું ગીલગીટ-બાલીસ્‍તાન ગ્‍લોબલ પાવર્સ માટેનું ભવિષ્‍યનું યુધ્‍ધ મેદાન બની શકે છે. તેમણે શંકા દર્શાવી છે કે પાકિસ્‍તાન આ ક્ષેત્ર ચીનને સોંપી શકે છે. પાકિસ્‍તાન સરકાર અને સૈન્‍ય નિયંત્રણ છતા  પાકિસ્‍તાન માટે આ પગલુ ભરવુ આસાન નહિ હોય.

(3:43 pm IST)