મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના ફોર્મમાં ગુજરાતના ૬ સાંસદોની સહી

રાજકોટ :  ભાજપ પ્રેરિત એન.ડી.એ.ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું ઉમેદવારી પત્ર આજે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સમર્થનમાં ગુજરાતના ૬ સાંસદોની સહી લેવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં કન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના બંગલે ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ગુજરાતના રાજયસભાના સભ્યો નરહરિ અમીન, રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને દિનેશ અનાવાડીયા તથા લોકસભાના સભ્ય કિરીટ સોલંકી અને રંજનબેન ભટ્ટે સહી કરેલ તે પ્રસંગની તસ્વીર.

(4:32 pm IST)