મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

વિશ્વ પર વધુ એક મહામારી નો ભય : વિશ્વ આરોગ્ય નેટવર્ક (WHN) મંકીપોક્સના રોગચાળાને વેશ્વિક મહામારી જાહેર કરી : અત્યાર સુધીમાં આ વાયરસે 58 દેશોમાં 3,417 લોકોને સંક્રમિત કર્યા

મંકીપોક્સનો મૃત્યુદર ઓછો છતાં ચેપગ્રસ્ત લોકોને આ રોગ અંધ અને અપંગ બનાવી શકે છે

લંડન : WHN એ મંકીપોક્સના રોગચાળાને મહામારી જાહેર કરી છે. આ સમયે મંકીપોક્સનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાયરસે 58 દેશોમાં 3,417 લોકોને સંક્રમિત કર્યા છે.

આને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય નેટવર્ક (WHN), વૈજ્ઞાનિક અને નાગરિક ટીમોના વૈશ્વિક સહયોગે ગુરુવારે મંકીપોક્સને રોગચાળાને મહામારી જાહેર કરી છે. ગુરુવારે યોજાનારી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બેઠક પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.

WHN એ મંકીપોક્સમીટર, એક વેબસાઈટ કે જે ચેપના કેસોને ટ્રૅક કરે છે, તેને ટાંકીને જણાવ્યું હતું કે હવે 58 દેશોમાં મંકીપોક્સના 3,417 પુષ્ટિ થયેલા કેસો છે અને વિશ્વના અનેક દેશોમાં આ રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

WHN એ WHO અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા મંકીપોક્સને આપત્તિ બનતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મંકીપોક્સનો મૃત્યુદર 'શીતળા' રોગચાળા કરતાં ઘણો ઓછો હોવા છતાં, જો તેના ફેલાવાને રોકવા માટે નક્કર વૈશ્વિક પગલાં લેવામાં નહીં આવે, તો આનો ચેપ લાખો લોકોના મૃત્યુની કારણ બનશે અને ઘણા ચેપગ્રસ્ત લોકોને આ રોગ અંધ અને અપંગ બનાવી દેશે.

(10:00 pm IST)