મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : પૂર અને કુદરતી આફતોનો સામનો કરવા NDRF ની 119 ટીમો તૈનાત

 

નવી દિલ્હી :  દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર અને કુદરતી આફતોનો સામનો કરવા એનડીઆરએફની ટીમ તૈયાર છે. એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને કહ્યું કે અમે દેશભરમાં 26 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 119 ટીમો તૈનાત કરી છે. દર વર્ષે ચોમાસામાં પણ પૂર આવે છે, અમે રાજ્યો સાથે બટાલિયન કક્ષાની બેઠક યોજીએ છીએ. હાલમાં 12 બટાલિયન સંપૂર્ણ કાર્યરત છે, 4 નવી બટાલિયનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

(12:58 am IST)