મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 34.861 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.393 દર્દીઓ રિકવર થયા : વધુ 481 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.19.502 થયો :એક્ટીવ કેસ 3.99.489 થયા : કુલ કેસની સંખ્યા 3.12.91.704 થઇ

સૌથી વધુ કેરળમાં 12818 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7302 કેસ,ઓરિસ્સામાં 1948 કેસ,તામિલનાડુમાં 1872 કેસ, આંધ્રપ્રદેશમાં 1843 કેસ, આસામમાં 1796 કેસ, કર્ણાટકમાં 1653 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 34.861 કેસ નોંધાયા છે. જ્યારે 38.393 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 34.861 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 481 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.19.502 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 34.861 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.12.91.704 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.99.489 થઇ છે છેલ્લા 24 કલાકમાં 38.393 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.04.60.304 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12818 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7302 કેસ,ઓરિસ્સામાં 1948 કેસ,તામિલનાડુમાં 1872 કેસ, આંધ્રપ્રદેશમાં 1843 કેસ, આસામમાં 1796 કેસ, કર્ણાટકમાં 1653 કેસ નોંધાયા છે

(1:12 am IST)