મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

યુએસમાં વડાપ્રધાન મોદી સાદું ભોજન લેશે : દાળ, ભાત, શાક અને રોટલી તેમજ સ્વીટમાં ગુલાબ જાંબુ આરોગશે.

મોદીજીને સફેદ ખાટાં ઢોકળાં, ઘી-ખીચડી, ખાંડવી, ઊંધિયું અને સ્વીટમાં શિખંડ પ્રિય

નવી દિલ્હી :વડાપ્રધાન  મોદી ત્રણ દિવસના પ્રાવસ પર અમેરિકા ગયા છે ત્યાં આજે આઠ બેઠકોમાં ભાગ લેશે અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરવાના છે તેમના પ્રવાસનું કાર્યક્રમ સમયપત્રક મુજબ જ ચાલી રહ્યું છે. યુએસમાં વડાપ્રધાન મોદી સાદું ભોજન લેશે તેવું એક એહેવાલમાં જણાવવામાં આવ્યું હતુ.

એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી અમેરિકામાં સાદું અને હળવું ભોજન લેશે. જો કે એકાદ વાર ગ્રાન્ડ ડિનર લેવાના છે. 71 વર્ષની ઉંમરમાં તેઓ સાદુ ખોરાક ખાય છે. અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેઓ દાળ,ભાત, શાક અને રોટલી તેમજ સ્વીટમાં ગુલાબ જાંબુ આરોગશે. વડાપ્રધાન મૂળ તો ગુજરાતી એટલે એમની પાંચ ફેવરિટ ગુજરાતી વાનગીઓ છે. એમાંથી એક કે બે વાનગી તો વિદેશ પ્રવાસ દરમિયાન હોય જ છે. મોદીજીને સફેદ ખાટાં ઢોકળાં, ઘી-ખીચડી, ખાંડવી, ઊંધિયું અને સ્વીટમાં શિખંડ પ્રિય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 20થી 27 સપ્ટેમ્બર, 2019 દરમિયાન એક સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસે હતા. એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હતા ટ્રમ્પે આ જવાબદારી મૂળ ભારતના અને વ્હાઈટ હાઉસના શેફ કિરણ વર્માને સોંપી. કિરણ વર્માએ ગુજરાતી વાનગીઓની થાળીની ડિઝાઈન તૈયાર કરી અને અમેરિકાની સરકાર સમક્ષ મૂકી. નમો થાળીમાં મેથીના થેપલા, ખીચડી, કચોરી અને ઇમલી ચટણી, ખાંડવી, અને સમોસા અને ફુદીનાની ચટણીનો સમાવેશ થાય છે, જ્યારે મીઠાઈમાં રસમલાઇ, ગાજર હલવો, શિખંડ, ગુલાબ જાંબુ અને ખીરનો સમાવેશ થતો હતો

(11:06 pm IST)