News of Thursday, 23rd September 2021
મુંબઈના ખારમાં આગ ફાટી નીકળી : એક મહિલાનું મોત : રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહારાષ્ટ્રમાં મુંબઈના ખાર વિસ્તારમાં મોડી સાંજે નૂતન વિલા બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ૮ ફાયર ફાઇટરો અને છ મહાકાય ટેન્કરો આગ બુઝાવવામાં લાગી ગયા છે. આગમાં એક મહિલાનું સળગી જવાથી મૃત્યુ થયું છે, જ્યારે ત્રણને બચાવી લેવાયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
(11:54 pm IST)