મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કાર માટે પસંદ કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝએ વાંધો ઉઠાવ્યો

FWICE તરફથી બીએન તિવારીએ કહ્યું -અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી ચૂંટાય અને હાલમાં જ્યુરી પેનલ છે, તેમની જગ્યાએ નવી પેનલ પસંદ કરવામાં આવે

નવી દિલ્હી :થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફેમસ ફિલ્મ મેકર નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો ગુજરાતી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે શરૂઆતમાં તેની વાર્તાના કારણે ઘણી ચર્ચામાં રહી હતી. પરંતુ આ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે આ ફિલ્મ ઓસ્કારમાં પસંદ થવાને કારણે ચર્ચામાં છે. પરંતુ ફિલ્મને ઓસ્કાર માટે પસંદ કરવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ વાંધો ઉઠાવ્યો છે.

એફડબલ્યુઆઈસીઈના પ્રમુખ બીએન તિવારીએ ઈન્ડિયન ટાઈમ્સને કહ્યું, આ ફિલ્મ કોઈ ભારતીય ફિલ્મ નથી અને આ ફિલ્મની પસંદગીની પ્રક્રિયા યોગ્ય નથી. ‘આરઆરઆર’ અને ‘ધ કાશ્મીર ફાઈલ’ જેવી ઘણી ભારતીય ફિલ્મો હતી પરંતુ જ્યુરીએ વિદેશી ફિલ્મની ‘ઓસ્કાર’ માટે પસંદગી કરી હતી. આ ફિલ્મ હવે સિદ્ધાર્થ રોય કપૂરે ખરીદી લીધી છે.

FWICE તરફથી બીએન તિવારીએ કહ્યું છે કે “અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી ચૂંટાઈ આવે અને હાલમાં જ્યુરી પેનલ છે, તેમની જગ્યાએ નવી પેનલની પસંદગી થવી જોઈએ. કારણ કે નવી પેનલમાં એવા ઘણા લોકો છે, જેઓ ઘણા વર્ષોથી આ કમિટીમાં છે અને તેમણે નક્કી કરેલી મોટાભાગની ફિલ્મો આપણે જોતા નથી અને આ ફિલ્મો પર વોટિંગ કરવામાં આવે છે. જો આવી ફિલ્મ ઓસ્કારમાં જાય છે, તો ભારતની ઈન્ડસ્ટ્રીની ઈમેજ પર ખરાબ અસર પડે છે, જે આવી ઈન્ડસ્ટ્રીમાં માનવામાં આવે છે. જે વધુને વધુ ફિલ્મો બનાવે છે.”

તિવારીએ પ્રેસ કોન્ફરન્સ બાદ એમ પણ કહ્યું કે તેઓ આ વિશે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખશે. દુનિયાભરમાં વિવેચકોની પ્રશંસા મેળવનાત ફિલ્મ ‘છેલ્લો શો’ એ સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણીમાં દેશના ઓફિશિયલ દાવેદાર બનવાની રેસમાં એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી દીધી છે. આ ગુજરાતી ફિલ્મને આંશિક રીતે આત્મકથાત્મક નાટક કહી શકાય છે, જે નવ વર્ષના છોકરાની વાર્તા કહે છે.

‘છેલ્લો શો’ની સરખામણી હોલીવુડની ફિલ્મ ‘સિનેમા પેરાડાઈસો’ સાથે કરવામાં આવી રહી છે. અશોક પંડિતે પણ થોડા સમય પહેલા ‘છેલો શો’ને ‘સિનેમા પેરાડાઈસો’ની કોપી ગણાવી હતી. તેને કહ્યું કે એફએફઆઈએ ભૂલ કરી છે, કારણ કે આ ફિલ્મ તેની કોપી છે. તેથી તેને ફગાવી દેવી જોઈએ

(8:42 pm IST)