મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

રોજ ૧૮-૨૦ રોટલી ખાતો આ છોકરો ૧૮ મહિનાથી છી કરવા ગયો જ નથી

૧૬ વર્ષીય છોકરાને અજીબોગરીબ બીમારી લાગી ગઇ છે

ભોપાલ,તા. ૨૩: આપણી રોજીંદી જિંદગીમાં આપણાં માટે ઘણી બધી વસ્તુઓ રોજ કરવી પડે છે. તેમાં રહેવું, ખાવું, શૌચ કરવું, સ્નાન કરવું વગેરે વગરે ઘણી વસ્તુઓ છે. થોડા દિવસ પણ આપણે આ બધી વસ્તુ ન કરીએ તો આપણાં પરિવારજનો ચિંતામાં મુકાઇ જતાં હોય છે અને ડોકટર પાસે લઇ જતાં હોય છે. આવી જ એક ઘટના બની છે મધ્ય પ્રદેશમાં. અહીં એક છોકરો રોજ ૧૮-૨૦ રોટલી ખાય જાય છે પરંતુ એ શૌચ કરવા નથી જતો. કહેવાય છે કે તે છેલ્લા ૧૮ મહિના એટલે કે દોઢ વર્ષથી શૌચ ક્રિયા કરવા જ નથી ગયો. તેના પરિવારજનોએ ડોકટરોને પણ એ બાબતે બતાવ્યું પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ મળી છે.

એક ૧૬ વર્ષીય છોકરાને અજીબોગરીબ બીમારી લાગી ગઈ છે. તે છેલ્લા ૧૮ મહિનાથી શૌચ કરવા નથી ગયો અને રોટલી પણ ૧૮-૨૦ ખાઇ જાય છે. અત્યારે તો તેને કોઈ પરેશાની નથી આવી રહી પરંતુ, તેના પરિવારજનો એ વાતને લઈને ચિંતિત છે કે દીકરો કોઈ મોટી બીમારીનો શિકાર ન થઈ ગયો હોય. આ ચોંકાવી દે તેવી ઘટના મધ્ય પ્રદેશના મૂરેના જિલ્લાની છે. મૂરેનામાં એક ગરીબ ઘરના દીકરાને અજીબ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોકટર પણ તપાસની વાત કહીને દૂર હટી રહ્યા છે. મૂરેનાના સરબજીતના પુરાનો રહેવાસી મનોજ ચંદેલનો ૧૬ વર્ષનો દીકરો આશિષ ચંદેલ છેલ્લા ૧૮ મહિનાથી શૌચ ક્રિયા કરવા નથી ગયો.

આ બીમારીની જાણકારી મળતા જ પરિવારજનોએ મૂરેના-ભિણ્ડ ગ્વાલિયરના ડોકટરોને દેખાડ્યું. બીમારી જાણવા માટે તપાસ પણ કરાવી, પરંતુ અત્યાર સુધી બીમારીની કોઈ જાણકારી મળી શકી નથી. આશિષ રોજ ૧૮-૨૦ રોટલીઓ ખાય છે, એ છતાં પણ તેના પેટ અને શરીરમાં કોઈ પરેશાની નથી થઈ. સામાન્ય સ્થિતિમાં આ છોકરો પોતાનું જીવન વિતાવી રહ્યો છે. પરિવારજનોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે તેમનો દીકરો કોઈ બીમારીથી ગ્રસ્ત થઈ ગયો છે. આ સંબંધમાં શિશુરોગ વિશેષજ્ઞ બીમારીની જાણકારી માટે મોટી તપાસ કરાવવાની વાત કહી રહ્યા છે. ડોકટર તપાસ વિના કોઈ સંભાવના વ્યકત કરવાની પણ ઉચિત માની રહ્યા નથી.

(10:05 am IST)