મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

મોક્ષ પામવા કે બીજુ કોઇ કારણ ? ૩ મિત્રોએ વૃક્ષ પર લટકીને જીવ દીધો

લક્ષ્મીપૂજાના શુકનવંતા દિવસે જ જીવ દીધો : એક મિત્ર તાંત્રીક પણ હતો

મુંબઇ,તા. ૨૩: ૧૪મી નવેમ્બરથી ગાયબ થયેલા ત્રણ જણાની લાશ થાણેના શાહપુર સ્થિત ચંદા ગામમાં એક વનમાં એક વૃક્ષ પર લટકતા મળી હતી. જે દિવસે ેતેઓ ગાયબ થયા હતા અને જે પ્રમાણે તેમની લાશ મળી એ હિસાબે પોલીસનને શંક છે કે આ ત્રણે જણાએ અંધ શ્રધ્ધાના ચક્કરમાં ફસાઇને આત્મહત્યા કરી હોવી જોઇએ.

પોલીસે ન જણાવ્યું કે નિતીન બેહરે જે પોતાને એક સંત તરીકે ઓળખાવતો હતો. મહેન્દ્ર દુબેલે અને તેના મામા મુકેશ ગેવતા આ ત્રેણ જણા ચંદા ગામમાં રહેતા હતા. તેઓ ૧૪ મી નવેમ્બરથી ગાયબ થયા હતા. આજ દિવસે લક્ષ્મી પૂજા એટલે કે અમાવસ હતી. લોકો આ દિવસે અતિશય શુભમાને છે. ત્રણે જણા ખોવાયા હોવાની ફરિયાદ કસારાના શાહપુર અને ખરડી પોલીસ સ્ટેશનોમાં નોધાઇ હતી.

પોલીસને શંક છે કે બેહરે તાંત્રિક વિઘામાં પ્રવૃત હતો તેમજ દુબેલે અને ગૈવચતનો દૂરનો સંબંધી પણ હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે આ ત્રણે જણા અનેકવાર સાથે જોવામાં આવ્યા હતા. ખાસ કરીને ધાર્મિક સ્થળોએ વનમાં પોતાના ઢોર ચરાવવા ગયેલા એક ઢોર ચરાવનાર રૂપેશ સપાલેએ આ ત્રણે જણાની લાશ શુક્રવારે વૃક્ષ પર લટકતી જોઇ. આ ત્રણે જણા અમાસના દિવસે ગાયબ થયા હોવાની પોલીસને શંક છે. તેમણે કાંતો મોક્ષ મેળવવા અથવા તો બીજા જન્મમાં અમીર બનવા માટે આત્મહત્યા કરી હોવી જોઇએ. જે સ્થળે તેમની લાશ મળી ત્યાં પોલીસે દારૂની ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ પણ મળી હતી. જેનાથી પોલીસના કાળા જાદુની થિપરીને સમર્થન મળતુ હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવશે જેથી વધુ માહિતી મળી શકે.

(12:45 pm IST)