અમેરિકી રાજય સદનોમાં ભારતવંશીઓનો દબદબોઃ ૨૦ લોકો ચૂંટાયા
ન્યુયોર્કઃ અમેરિકામાં આ વર્ષે નવનિયુકત રાષ્ટ્રપતિ જો બીડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરીસની સાથે રાજયોના સદનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓમાં પણ ભારતવંશીઓની હાજરી ઉડીને આંખે વળગે તેવી છે બદલાતુ અમેરિકા ભારતવંશીઓમાં જોશ-ઉમંગ જગાવી રહ્યુ છે. અમેરિકાના રાજય સદનોમાં રેકોર્ડ ૨૦ ભારતીય-અમેરિકી પ્રતિનિધી ચૂંટાયા છે. અહીં ૧૩ રાજયોથી રાજય પ્રતિનિધી અને સેનેટર ચુંટાયા છે. ન્યુયોર્કમાં બે અને પ્રતિનિધીઓ સાથે સૌથી વધુ સંખ્યા છે ઉપરાંત મિશીગન-વોશીંગ્ટનમાં ત્રણ પ્રતિનિધી હશે. આ પ્રતિનિધીઓમાં રાગિબ અલ્લી બ્રેનન, નીરજ અંટની, હૈરી અરોડા, જય ચૌધરી, જૈરેમી કુની, નીમા કુલકુર્ણી, પદમા કુપ્પી, લતા મંગિપુડી, રંજીવ પુરી, જૈનિફર જયકુમાર, કેશા રામ, ડો.નિકિલ સવલ, ડો.અમીશ શાહ અને વંદના સ્લૈટરનો સમાવેશ થાય છે.