મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં કોરોનાના કેસ વધવા છતાં લગ્ન, સમારંભ અને લોકોને ભેગા થવાને લઇને રૂપાણી સરકારને ફટકાર લગાવી

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં કોરોનાની ખરાબ સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે સોમવારે રાજયો પાસે પોતાના ત્યાં કોરોનાની હાલની સ્થિતિને લઈને નવેમ્બરમાં કોરોનાના કેસમાં ઝડપ આવ્યા પછી સર્વોચ્ચ ન્યાયાલયએ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ પાસે ત્યાંની હાલની સ્થિતિના સંબંધમાં સોગંદનામું માગ્યું છે.

ન્યાયાધિશ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેચએ કોવીડ ૧૯ની સ્થિતિને ખરાબ કરવાને લઈને ગુજરાત અને દિલ્હીને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાજય સરકારોને રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે, જેમાં સરકારની તરફથી સંક્રમણને રોકવાને લઈને ઉઠાવાયેલા પગલાઓની જાણકારીઓ આપવાની છે.

આ ઉપરાંત રિપોર્ટમાં બીમારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર પાસે લેવાયેલી મદદનો પણ રિપોર્ટ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં કોરોનાના કેસ વધવા છતાં પણ લગ્ન, સમારંભ અને લોકોને ભેગા થવાને લઈને રાજય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ છે.

આ મામલા પર બેંચ આગામી સુનાવણી શુક્રવારે કરશે. અશોક ભૂષણ વાળી બેંચએ કહ્યું કે આવનારા મહિનાઓમાં સ્થિતિ ગંભીર હોવાની સંભાવના છે. કોર્ટે કહ્યું કે અમારી સલાહ છે કે આવનારા દિવસોમાં તમામ રાજય બીમારીને લઈને તૈયાર રહે. કોર્ટે કહ્યું કે તે તમામ રાજય આગામી સુનાવણી પહેલા અહીંની સ્થિતિનું સોગંદનામું ફાઈલ કરાવી દે.

(3:44 pm IST)