મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા તાત્કાલિક લોકડાઉન લગાડવાની અરજી હાઇકોર્ટે ફગાવી: લોકડાઉન જ એકમાત્ર સમાધાન છે:સરકારને પૂછ્યો સવાલ

લોકડાઉન અંગેના આદેશ નીતિગત નિર્ણય હેઠળ આવે છે. જે સંબંધિત સંસ્થાઓ જ લઇ શકે

નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા તાત્કાલિક લોકડાઉન લગાડવાની PIL હાઇકોર્ટે ફગાવી દીધી. દિલ્હી હાઇકોર્ટે લોકડાઉન લાદવાની જાહેર હિતની અરજી ફગાવતા સવાલ કર્યો કે તમારી પાસે લોકડાઉન જ એક માત્ર સમાધાન છે? દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું કે લોકડાઉન અંગેના આદેશ નીતિગત નિર્ણય હેઠળ આવે છે. જે સંબંધિત સંસ્થાઓ જ લઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 77 ટકા નવા કેસો મળી આવ્યા છે. 76 ટકા નવા મોત નોંધાયા છે. જેમાં દિલ્હી સૌથી ઉપર છે.દિલ્હીમાં રવિવારે કોરોના વાઇરસના નવા 6746 કેસ નોંધાયા. તેની સાથે રાજધાનીમાં કોરોની દર્દીઓની સંખ્યા વધીને 5.29 લાખથી વધુ થઇ ગઇ છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 121 દર્દીના મોત થઇ ગયા. માટે તાકિદે લોકડાઉન લાદવાની માગ થઇ રહી છેજે દિલ્હીમાં કોરોનાને લીધે મરનારાનો સૌથી ઊંચો આંકડો છે. તેની સાથે દિલ્હીમાં કોરોના મૃત્યુઆંક 8391 થઇ ગયો છે

 ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યા 91 લાખને પાર કરી ચૂકી છે. આ દરમિયાન ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થયો છે. તેની સાથે કોરોનાતી મરનારાઓની સંખ્યા પણ વધી છે.

કોરોનાના લીધે થયેલી મોતમાં શબનું પૂરા સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેના અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે કોરોનાના  વધતા મામલા અંગે સ્ટેટસ રિપોર્ટ આપવા કહ્યું છેઆ ઉપરાંત તેમણે તમિલનાડુ અને આંધ્રપાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છews

જસ્ટિસ અશોક ભૂષણે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કઈ વ્યવસ્થા કરી છે. તેના અંગે સોગંદનામુ આપવામાં આવે

(4:08 pm IST)