મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

એમ્પ્લોયમેન્ટ આધારિત પ્રવેશ માટે

૮ લાખ ભારતીયો ગ્રીનકાર્ડની રાહમાં

વોશિંગ્ટન તા. ૨૩ : એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની કતારમાં ૮ લાખથી વધુ ભારતીયો હોવાનું જાહેર થયું છે. અમેરિકામાં નોકરી કરનાર ગ્રીનકાર્ડધારકોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. અમેરિકન સરકારે પ્રવાસી તેમજ નાગરિકતા સેવાના આંકડાઓથી આ માહિતી મળી છે. જો અમેરિકાની નોકરી આધારિત નાગરિકતાની અરજીઓની વાત કરીયે તો વર્ષ ૨૦૨૦માં તે વધીને ૧૨ લાખને વટાવી ગઇ છે. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. ગ્રીન કાર્ડની અરજીના મામલે ભારતીયોની સંખ્યા કુલ અરજીના ૬૮ ટકા છે.

અમેરિકાની થઇંક ટેન્ક કેટો ઇન્સ્ટિટ્યૂટના એક વિશ્લેષ્ણ મુજબ બારતીય નોકરીદાતાની સ્પોન્સરશિપવાળી અરજીની સંખ્યા પણ ૮ દાયકાના ઉચ્ચત્ત્।મ સ્તરે પહોંચી ગઇ છે. આ અરજીમાં બે લાખથી વધારે અરજીદાતા એવા છે તેને ગ્રીન કાર્ડ મળ્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શકયા નથી. જો અમેરિકામાં ગ્રીન કાર્ડ અરજીની વાત કરીયે તો તેમાં ચીનના અરજકર્તાઓની હિસ્સેદારી ૧૪ ટકા અને દુનિયાના બાકી દેશોની હિસ્સેદારી ૧૮ ટકા છે.

અમેરિકામાં જોબ આધારિત ગ્રીન કાર્ડ કે કાયમી રોજગાર કાર્યક્રમમાં મોટી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓને અમેરિકામાં કાયમી નાગરિકતાની માટે સ્પોન્સર કરાય છે. હાલના સમયમાં અમેરિકામાં કાયમી નાગરિકતા ધરાવતા ગ્રીનકાર્ડની મર્યાદા ૭ ટકા નક્કી કરવામાં આવી છે. આ હિસાબે દર વર્ષે જોબ આધારિત ગ્રીન કાર્ડ માત્ર ૧.૪૦ લાખ લોકોને જ આપવામાં આવે છે.

આ સ્ટડીમાં એવુ કહેવાયુ છે કે, પ્રવાસી લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવાની અમેરિકન સરકારની નીતિમાં મોટો ફેરફાર આવ્યો છે અને ગ્રીન કાર્ડની લિમિટ નક્કી કરવામાં આવતા બેકલોગ વધી ગયુ છે. તેની સાથે જ ગ્રીન કાર્ડની માટે કરવામાં આવતી અરજીના પ્રોસેસિંગમાં વિલંબથી તેનો કોઇ સંબંધ નથી.

અમેરિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૧માં ગ્રીનકાર્ડની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો હતો. તેનું કારણ એ હતુ કે ૧,૨૧,૦૦૦ ગ્રીન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમાં ફેમિલી કવોટા પણ ઉમેરવામાં આવ્યો હતો.

(4:19 pm IST)