મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

ટ્રાયલ કોર્ટના 2 G ચુકાદા સામે સીબીઆઈની દિલ્હી હાઇકોર્ટમાં અપીલ : કેન્દ્ર સરકારની મંજૂરી લીધા વિના સીબીઆઈ એ અપીલ કરી હોવાથી તે રદ થવા પાત્ર છે તેવી આરોપીઓની અરજી ફગાવી દેતી દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હી : ટ્રાયલ કોર્ટએ આપેલા 2 G ચુકાદા સામે સીબીઆઈ એ કરેલી અપીલ કેન્દ્ર સરકારની મંજૂરી વિના કરાઈ હોવાથી તે રદબાતલ થવા પાત્ર છે તેવી આરોપીઓએ કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટએ ફગાવી દીધી છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આ અરજી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ની કલમ 378 (2) બહારની છે.તેનાથી તપાસનીશ એજન્સીની અપીલ રદ કરી શકાય નહીં .આ મહિનાના અંતમાં નિવૃત થઇ રહેલા જસ્ટિસ શ્રી સેઠીએ જણાવ્યું હતું કે અપીલ સ્પેશિઅલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા કરવામાં આવી છે બાબત પૂરતી છે.

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે અપીલ કરવા માટે મળેલી મંજૂરી રજૂ કરવા માટે સીબીઆઈ  બંધાયેલી નથી.ઉપરાંત પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ ની કલમ 13 (1) (ડી) માં 2018 ની સાલમાં કરાયેલો સુધારો આરોપીઓ માટે બચાવને પાત્ર નથી.સુધારો અગાઉ કરાયેલા ગુનાઓમાંથી મુક્તિ અપાવતો નથી.તેનો હેતુ અગાઉના કાયદાને રદ કરવાનો નથી.

આ મહિનાના અંતમાં નિવૃત થઇ રહેલા જસ્ટિસ શેઠીના ટેબલ ઉપરથી આ અપીલ હટાવી લેવાઈ હતી જે બીજા ટેબલ ઉપર લઇ જવાશે .

સિદ્ધાર્થ બેહુરા ,રાજીવ અગરવાલ ,તથા શરદકુમારે સીબીઆઈએ ટ્રાયલ કોર્ટના  2 G ચુકાદા સામે કલમ 378 (2) ના અમલ માટે દિલ્હી હાઇકોર્ટમાં કરેલી અરજી  નામદાર કોર્ટે નામંજૂર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)