મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 86 વર્ષની વયે નિધન

કોરોનાથી પીડિત તરુણ ગોગોઈ કોંગ્રેસમાંથી છ વખત લોકસભા સાંસદ અને ત્રણ વખત આસામના મુખ્યપ્રધાન રહ્યા હતા.

ગૌહાતી : આસામના પૂર્વ મુખ્યપ્રદાન તરુણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેઓ કોરોના પીડિત હતા. તેમની તબિયત કથળવાના સમાચાર મળવાના પગલે આસામના વર્તમાન મુખ્યપ્રધાન સર્બજીત સોનોવાલ પરત ફર્યા હતા.

 તરુણ ગોગોઈ કોંગ્રેસમાંથી છ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.  તરુણ ગોગોઈ ત્રણ વખત આસામના મુખ્યપ્રધાન રહ્યા હતા.

(6:58 pm IST)