મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

રાજકોટમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો: સાંજે 60 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 95 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 10,294એ પહોંચ્યો

87 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 701 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 60 અને બપોરે 35 સાથે આજે કુલ 95 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 60 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,294 થયા છે. હાલમાં 701 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 87 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:19 pm IST)