મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

લોકોને મહામારીથી ઉગારવાનું સરકારનું લક્ષ્ય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જી૨૦ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન : ભારતે પેરિસ સમજૂતિના લક્ષ્યને પૂર્ણ કર્યાનો દાવો, જળવાયુ પરિવર્તનથી આપણે એકલા નહીં પરંતુ એકીકૃત, વ્યાપક અને સમગ્ર રીતે લડવું જોઈએ

નવી દિલ્હી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી ૨૦ સમિટમાં પ્રભાવપૂર્વક પોતાનો પક્ષ રાખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલી આયોજીત જી ૨૦ શિખર સમ્મેલનમાં જણાવ્યું કે ભારતે પોતાના પેરિસ સમજૂતિના લક્ષ્યને પૂર્ણ કર્યું છે, પરંતુ તેનાથી આગળ પણ વધી રહ્યું છે. જી ૨૦ સાઈટ ઈવેન્ટ, સેફગાર્ડિંગ પ્લેનેટ- સર્કુલર કાર્બન ઈનોકોમિક અપ્રોચમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે ભારતે સ્વચ્છ જળવાયુ માટે અનેક ક્ષેત્રોમાં ઠોસ કાર્યવાહી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અમે એલઈડી લાઈટ્સને લોકપ્રિય બનાવી છે. એલઈડી લાઈટ્સ પ્રતિવર્ષ . કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન થતું બચાવે છે. અમારી ઉજ્જવલા યોજનાના માધ્યમથી કરોડથી વધુ ઘરોમાં ધૂમાડા રહિત રસોઈ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્વચ્છ ઉર્જા પહેલ પૈકી એક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનથી આપણે એકલા નહીં પરંતુ એકીકૃત, વ્યાપક અને સમગ્ર રીતે લડવું જોઈએ. પર્યાવરણને અનુરૂ રહેવું અમારી પારંપરિક નૈતિકતા અને મારી સરકારની પ્રતિબદ્ધતાથી પ્રેરિત થઈને, ભારતે ઓછું કાર્બન અને જળવાયું-અનુકૂળ વિકાસ પરંપરાઓને અપનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો અંગે માહિતી આપતા પીએમએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાના અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વન વિસ્તારના વ્યાપમાં વધારા અંગે જણાવ્યું કે, દેશમાં ફોરેસ્ટ કવર વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. સિંહ અને વાઘની વસતિમાં વણ વધારો થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય ૨૦૩૦ સુધી ૨૬૦ લાખ હેક્ટર ખરાબ જમીનને ઉપયોગી બનાવવાનું છે અને અમે એક સર્ક્યુલર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ભારત જળ માર્ગનો વિકલ્પ પણ વિકસાવી રહ્યો છે અને માળખાકીય સેવા સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમએ આશ્વાસન આપ્યું કે ભારત ૨૦૨૨ના લક્ષ્ય પહેલા ૧૭૫ ગીગાવોટ વૈકલ્પિક ઉર્જાના પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. તેમણે જણાવ્યું કે ૨૦૩૦ સુધીમાં ૪૫૦ ગીગાવોટ સુધી પહોંચવા એક મોટું પગલું લઈ રહ્યા છીએ. નાગરિકો અને અર્થતંત્રને મહામારીથી બચાવવાની સાથે જળવાયુ પરિવર્તન વિરુદ્ધની લડાઈ પર ધ્યાન આપવું અમારા માટે તેટલું રૂરી છે.

સમિટમાં નક્કી થયુ કે જી૨૦ સમિટ ૨૦૨૩ માં ભારત યજમાન બનશે. પહેલા ૨૦૨૨માં સમિટ ભારતમાં યોજાવાની હતી. જો કે પાછળથી ફેરફાર કરાતા હવે આગામી કોન્ફરન્સ ૨૦૨૧ માં ઇટાલીમાં, ૨૦૨૨ માં ઇન્ડોનેશિયામાં, ૨૦૨૩ માં ભારતમાં અને ૨૦૨૪ માં બ્રાઝિલમાં રહેશે.

(7:27 pm IST)