મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

કોરોના દિશાનિર્દેશનુ પાલન નહિ કરો તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવું પડશે : ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

રાતના કરફયુ લગાવવાની સલાહ મળી પણ આવા પ્રતિબંધને લાગુ કરવાથી કંઇ હાંસલ કરી શકાય નહીં : લોકોએ સાવધાની રાખવાની જરૂરી: આતિશબાજી મુકત દિવાળી મનાવવા માટે નાગરિકોનો આભાર માન્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલા વધી રહ્યાં છે જેને જાેતા સરકાર સખ્ત થઇ છે.રાજય સરકારે ચેતવણી આપી છે કે જાે લોકો આ રીતે કોરોના દિશાનિર્દેશોનું પાલનની ઉપેક્ષા કરતા રહેશે તો રાજયમાં ફરી લોકડાઉન લાગુ કરી શકાય છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ લોકોને કોવિડ ૧૯ની વિરૂધ્ધ પોતાની સાવધાનીઓ ઓછી કરવા તથા બીજી લોકડાઉનથી બચવા માટેં આરોગ્ય સુરક્ષા નિયમોનું સખ્ત પાલન કરે તેવી વિનંતી છે.તેમણે એ પણ ચેતવણી આપી કે જાે લોકો સુરક્ષાના ઉપાયોનું પાલન નહીં કરે તો આ સુનાનીની જેમ બીજી લહેરને ગતિ પ્રદાન કરી શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આમ તો તેમણે રાતના કરફયુ લગાવવાની સલાહ આપવામાં આવી છે પરંતુ તે નથી માનતા કે આવા પ્રતિબંધને લાગુ કરવાથી કંઇ હાંસલ કરી શકાય છે તેમણે કહ્યું કે લોકડાઉનની શરતોમાં ઢીલ આપવાનો અર્થ એ નથી કે મહામારી ચાલી ગઇ છે આથી લોકોએ સાવધાની રાખવાની જરૂરી છે.
એક વેબકાસ્ટ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે આમ તો મોટા પાયા પર લોકો કોવિડ ૧૯ સુરક્ષા નિયમોનું પાલન કરી રહ્યાં છે પરંતુ હજુ પણ અનેક અન્ય માસ્ક લગાવવાના નિર્દેશનું પાલન કરી રહ્યાં નથી અને ભરચક વાળી જગ્યાઓ પર ફરી રહ્યાં છે
મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હીમાં તેજીથી વધી રહેલા મામલા ચિંતાનો વિષય છે અને અમદાવાદમાં તો કરફયુ પણ લાગી દેવામાં આવ્યો છે હું બીજુ લોકડાઉન ઇચ્છતો નથી પરંતુ તમારે પણ સ્થિતિને ગંભીરતાને સમજવી જાેઇએ તેમણે કહ્યું કે મને રાતમા ંકરફયુ લગાવવાની સલાહ આપવામાં આવી છે પરંતુ મારૂ માનવુ છે કે તેનાથી કાંઇ હાંસલ થનાર નથી તેમણે આતિશબાજી મુકત દિવાળી મનાવવા માટે નાગરિકોનો આભાર માન્યો હતો. એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે પાંચ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે

(9:04 pm IST)