મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd November 2022

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પરિણામ પહેલા જ મુખ્યમંત્રીપદ મેળવવા હોડ જામી :નેતાઓની દિલ્હી તરફ દોડધામ

 દિલ્હી કૂચ કરનારા નેતાઓની યાદીમાં સૌથી પહેલા ગયેલા કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતીના અધ્યક્ષ કર્નલ ધનીરામ શાંડિલ અને હિમાચલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ રાઠૌર પરત ફર્યા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ કોંગ્રેસના મોટા નેતા દિલ્હી તરફ દોડી રહ્યા છે. જોકે, મતગણતરી અને ચૂંટણી પરિણામ જાહેર થવાના હજુ બાકી છે પરંતુ અત્યારથી જ કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી પદ મેળવવા માટે રેસ લગાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો કોણ મુખ્યમંત્રી બનશે તેની પર ચર્ચા ચાલુ છે.

કોંગ્રેસને એક એવા નેતાની જરૂર છે, જે સત્તા સંભાળતા જ પાર્ટીને વીરભદ્રસિંહની જેમ મજબૂત કરી શકે. તે નેતા કોમ હશે તે તો પછી ખબર પડશે પરંતુ તે પહેલા એક પછી એક મોટા નેતા હૉલીલોજમાં પોતાની હાજરી પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ સામે લગાવી ચુક્યા છે. જોકે, પ્રતિભા સિંહ હવે ખુદ દિલ્હીમાં છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીને ચૂંટણી પર ચર્ચા કરવાના છે.

બીજી તરફ નાદૌનના ધારાસભ્ય અને સીનિયર નેતા અને પ્રચાર સમિતીના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુકખૂ પણ દિલ્હીમાં છે. સુકખૂએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મળશે અને રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસની સ્થિતિને લઇને ચર્ચા થશે.

દિલ્હી કૂચ કરનારા નેતાઓની યાદીમાં સૌથી પહેલા ગયેલા કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતીના અધ્યક્ષ કર્નલ ધનીરામ શાંડિલ અને હિમાચલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ રાઠૌર પરત ફર્યા છે. કેટલાક મોટા નેતાઓ સાથે બન્નેએ મુલાકાત કરી છે પરંતુ તેમની આ મુલાકાત શું રંગ લાવે છે તે તો આઠ ડિસેમ્બર પછી જ ખબર પડશે.

સુખવિદ્ર સુકખૂનું નામ ચર્ચામાં છે, તેમની એક તસવીર વાયરલ થઇ હતી જે હિમાચલથી લઇને કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય છે. ચંદીગઢની આ તસવીરમાં સુકખૂ અને મુખ્યમંત્રી જયરામ એક સાથે વિમાનમાં બેસેલા જોવા મળ્યા હતા. સુકખૂએ આ તસવીર વાયરલ થવાને લઇને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાતની જાણકારી શેર કરી હતી.

એમ પણ કહી શકાય કે સુકખૂ દિલ્હીમાં કોઇ ખાસ રાજનીતિક અર્થથી ગયા છે અને મુખ્યમંત્રીની રેસમાં સામેલ નેતાઓમાં સુખવિંદ્ર સિંહ સુકખૂનું નામ તો પહેલાથી જ ચાલતુ રહ્યુ છે પરંતુ આ વાત ત્યારે મહત્વ ધરાવે છે જ્યારે સુકખૂ જૂથ અને તેમના સમર્થક મોટાભાગના ધારાસભ્ય જીત મેળવે.

(12:00 am IST)