મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd November 2022

નાસિકની નજીક વહેલી સવારે ૪ વાગે ૩.૬ની તિવ્રતાનો ભૂકંપ આવ્‍યો

ભૂકંપની ઉંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી

નાસિક,તા. ૨૩:  આજે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્‍ટર સ્‍કેલ પર ૩.૬ તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્‍ટર ફોર સીસ્‍મોલોજીએ આ જાણકારી આપી છે. એનસીએસના જણાવ્‍યા અનુસાર, નાસિકથી ૮૯ કિમી પヘમિમાં સવારે લગભગ ૪ કલાકે ધરતીની પરત નીચે ટેક્‍ટોનિક પ્‍લેટોની હલચલ અનુભવાઈ હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્‍દ્રએ એક ટ્‍વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના નાસિકથી ૮૯ કિમી પヘમિમાં આજે સવારે લગભગ ૦૪.૦૪ કલાકે ૩.૬ તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી.

આ અગાઉ મંગળવારે લદ્દાખના લેહ અને કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તિવ્રતા ૪.૩ રહી હતી. ભૂકંપનું કેન્‍દ્ર કારગિલથી ૧૯૧ કિમી દૂર ઉત્તરમાં હતું

અહીં ઉલ્લેખનિય છે કે, ઈંડોનેશિયાના જાવા દ્વિપ પર સોમવારે આવેલા ભૂકંપથી મરનારા લોકોની સંખ્‍યા મંગળવારે વધીને ૨૬૮ થઈ ગઈ છે. કારણ કે ધારાશાયી થયેલી ઈમારતોમાંથી લાશો નિકળી રહી છે અને હજૂ પણ ૧૫૧ લોકોના ગુમ છે. કહેવાય છે કે, સિયાંજૂર શહેર નજીક સોમવારે બપોરે આવેલા ૫.૬ તિવ્રતાના ભૂકંપમાં અન્‍ય ૧૦૮૩ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે ગ્રામિણ વિસ્‍તાર નજીકની ઈમારતો ધરાશાયી થઈ હતી. અધિકારીઓએ જણાવ્‍યું છે કે, માર્યા ગયેલા લોકો ઉપરાંત ૩૦૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને લગભગ ૬૦૦થી વધારે લોકોને મામૂલી ઈજા થઈ છે.

(10:39 am IST)