મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

બજેટ પહેલા નાણા મંત્રાલયમાં હલવા સેરેમની : કોરોના મહામારીના કારણે પેપરલેસ બજેટ

હલવા સેરેમની પછી બજેટની ડિજિટલ પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે 29 જાન્યુઆરીએ બજેટ સત્ર શરૂ થશે,જેને લઈને હંમેશાની જેમ નાણામંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન થયું. પોતે નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવો વહેંચીને હલવા સેરેમની કાર્યક્રમનો શુભારંભ કર્યો. જે પછી નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે

દર વર્ષે બજેટ રજૂ થવાના કેટલાક દિવસ પહેલા હલવા સેરેમની થાય છે, તે પછી બજેટ પેપર છપાવવાના શરૂ થાય છે. જોકે, આ વખતે કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના કારણે આખું બજેટ પેપરલેસ હશે. તો હલવા સેરેમની પછી બજેટની ડિજિટલ પ્રક્રિયા શરૂ થઈ જશે

હલવા સેરેમની પછી  નાણામંત્રાલયના પસંદગીના અધિકારી બજેટ બનાવવામાં લાગી જાય છે. જે કોમ્પ્યુટર પર આ બજેટ ટાઈપ થાય છે, તે બધી જ રીતે સુરક્ષિત હોય છે અને તેમાંથી બીજા કોઈપણ કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થઈ શકે નહીં.

(12:00 am IST)