મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લીલીઝંડી : દિલ્હી -હરિયાણા પોલીસની બેઠક બાદ લેવાયો નિર્ણય

પોલીસ સાથેની પાંચ બેઠક બાદ તમામ વાતો નક્કી થઇ :તમામ બેરિકેડ ખોલવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હીની સરહદ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોએ 26મી જાન્યુઆરીના દિવસે વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢવાનું એલાન કર્યુ હતું. જો કે બાદમાં મામલો પોલીસની મંજૂરી વાંકે ગુંચવાયો હતો. દિલ્હી પોલીસે પહેલા ખેડૂતોને રાજધાની દિલ્હીમાં આ ટ્રેક્ટર પરેડ માટેની મંજૂરી નહોતી આપી. ત્યારે શનિવારે ખેડૂતો તેમજ દિલ્હી અને હરિયાણા પોલીસની બેઠક બાદ પ્રજાસત્તાક દિવસ ઉપર ખેડૂતોને ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતોએ કહ્યું કે તેઓ દિલ્હીમાં પ્રવેશ કરશે અને શાંતિપૂર્ણ રીચે રેલી યોજશે. આ પરેડનો રુટ આવતી કાલે નક્કી કરવામાં આવશે. શનિવારે ખેડૂત નેતાઓ અને પોલીસ અધિકારીઓના બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સ્વારાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે 26 જાન્યુઆરીના દિવસે દેશનો ખેડૂત પહેલી વખત પ્રજાસત્તાક પરેડ કરશે. પોલીસ સાથેની પાંચ બેઠક બાદ તમામ વાતો નક્કી તઇ છે. તમામ બેરિકેડ ખોલવામાં આવશે, અમે દિલ્હીની અંદર પ્રેવશ પણ કરીશું. રુટ વિશે પણ લગભગ બધું નક્કી છે.

ખેડૂતોએ કહ્યું કે 26મી જાન્યુઆરીએ નિકળવનારી આ પરેડને આખી દુનિયા જોશે. આ પરેડના કારણે દેશની આન બાન અને શાન પર કોઇ આંચ નહીં આવે. પરેડની સમય મર્યાદા પણ હજુ નક્કી નથી. ખેડૂતોનું કહેવું છે કે પરેડ 24 કલાકથી લઇને 72 કલાક સુધી ચાલી શકે છે. સાથે જ ખેડૂતોએ અલગ અલગ પંચ રુટ પરથી પરેડ યોજવાની વાત કરી છે

(12:00 am IST)