મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

ડીઝીટલ ઇન્ડીયા માટે કેન્દ્ર સરકારનું વધુ એક સોનેરી પગલુ સંસદમાં ડીઝીટલ બજેટ રજુ થશે

બજેટ પ્રિન્ટ કરવાને બદલ ડાયરેક એપ પર જ જાવા મળશે

Budget 2021 : કોરોના ના કહેર અને સતત ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન ઇન્ડીયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ  એ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે.

કેંદ્રીય બજેટ મોબાઇલ એપ દ્વારા સ્માર્ટફોન યૂઝર હિંદી અને અંગ્રેજીબંને ભાષાઓમાં બજેટની જાણકારી લઇ શકશે. આમ તો લોકો સુધી બજેટની પુરી જાણકારી પહોંચી શકે, આ ઇરાદાથી કેંદ્રીય બજેટ મોબાઇલ એપને તૈયાર કરવામાં આવી છે. બજેટની આ એપ એંડ્રોઇડ અને  iOS પર ઉપલબ્ધ છે. આ મોબાઇલ એપને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ આર્થિકના વિભાગ (DEA)ના નેતૃત્વમાં બનાવી છે.

નાણા મંત્રાલય ના અનુસાર એપનો યૂઝર ફ્રેંડલી ઇન્ટરફેસ હશે અને તેમાં 14 અલગ કેંદ્રીય બજેટના દસ્તાવેજો નો એક્સેસ યૂઝર્સને મળશે જેમાં વાર્ષિક ફાઇનેંશિય્લા સ્ટેટમેંટ , ડિમાન્ડ ફોર ગ્રાંસ (DG, અને ફાઇનેંસ બિલ ) સામેલ છે. નાણા મંત્રાલય તરફથી જે જાણકારી અત્યાર સુધી સામે આવી છે, તેના અનુસાર એપના ફીચર્સમાં ડાઉનલોડ  પ્રિંટ , સર્ચ , ઝૂમ ઇન અને આઉટ બંને દિશાઓમાં સ્કોલ કરવું, કંટેટ ટેબલ અને એક્સર્ટનલ લિંક સામેલ છે.

કોરોનાના કહેરથી નાણા મંત્રાલય પણ બાકાત રહ્યું નથી. કોરોનાના લીધે આ વર્ષે બજેટને પ્રિંટ કરવામાં નહી આવે. બજેટ ઉપરાંત ઇકોનોમિક સર્વેને પણ પ્રિંટ કરવામાં નહી આવે. તેનો અર્થ એ છે કે બજેટની હાર્ડ કોપી સાંસદોને આપવામાં નહી આવે. બજેટ અને આર્થિઅક સર્વેની સોફ્ટ એપ દ્વારા મળી શકશે.

બજેટ સત્રનો પહેલો ભાગ 29 જાન્યુઆરી 15 જાન્યુઆરી સુધી ચાલશે અને બીજો ભાગ 8 માર્ચ થી 8 એપ્રિલ સુધી ચાલશે. પહેલાં  તબક્કાના પહેલાં દિવસે જ ઇકોનોમિક સર્વેને સદનમાં રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં ડિજિટલ બજેટ  રજૂ કરવામાં આવશે. જેના આખા દેશની નજર ટકેલી છે.

(12:04 pm IST)