મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

ઇન્સ્યોરન્સ કંપનીની દાદાગીરી : કોરોનાના ઇલાજની રકમ ચુકવવાની આના કાની કરી રહી છે

વિમા નિયામકશ્રીની ગાઇડ લાઇનને પણ માનતી નથી

નવી દિલ્હી: કોરોના મહામારીની લપેટમાં પૂરી દુનિયા આવી ગઈ છે. આ વચ્ચે ઈન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરીએ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કોરોનાનો ઈલાજ અને વેક્સિનેશનનો ખર્ચ ઈન્શ્યોરન્સ કંપની આપવા તૈયાર નથી. વીમા કંપની ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણની ગાઈડલાઈન પણ નથી માની રહી.

વીમા કંપની કોરોનાના વેક્સીનેશન પર થનાર ખર્ચનું પેમેન્ટ કરવા નથી માગતી. આ પ્રકારના અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે વીમા કંપનીએ કોરોનાના ઈલાજનો ખર્ચ આપવા મનાઈ કરી દીધી છે. કોરોના કાળમાં લોકોની કમાણી આમ પણ ઓછી થઈ ગઈ છે. એવામાં વીમા કંપનીઓની મનમાની લોકોની પરેશાની વધારી રહી છે.

ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણે કોવિડ-19ની વેક્સિનેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરવાનો આદેશ કર્યો છે. રેગ્યુલેટરે સેવા આપનાર કંપનીઓએ કહ્યું કે, કોરોનાના ઈમ્યુનાઈઝેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવશે.

GIC જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની એક સ્ટેચ્યૂરી બોડી છે. GICIRDAIના નિર્ણયનો વિરોધ કર્યો છે. GIC નું કહેવું છે કે, ઈન્શ્યોરન્સ પોલીસીમાં માત્ર હોસ્પિટલાઈઝેશન લાગત જ કવર કરી શકાય છે. આ કારણે જ હોસ્પિટલોએ 1-1 દિવસના 25 હજાર રૂપિયા સુધીનો ચાર્જ કર્યો હતો. પરંતુ વીમા કંપની તેને પૂરું પેમેન્ટ કરતી હતી. હોસ્પિટલોનું કહેવું છે કે, વીમા કંપનીઓ તેના પૂરા બિલમાં 25 % કાપીને પેમેન્ટ કરી રહી છે.

(12:26 pm IST)