મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

આવતીકાલે શરદ પવારના નેજા હેઠળ મુંબઈમાં જંગી રેલી નીકળશે : નાસિક સહિતના મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી હજારો ખેડૂતો મુંબઈ તરફ ધસમસી રહ્યા છે: હાઇવે ઉપર ચક્કાજામ

ઓલ ઇન્ડિયા કિસાન સભાના બેનર હેઠળ હાથમાં ધજા પતાકા અને બેનર સાથે હજારો ખેડૂતોનો દરિયો મુંબઈ તરફ આગેકુચ કરી રહ્યો છે. નાસિક અને મુંબઇ વચ્ચેના કસારા ઘાટ ખાતે માનવ દરીઓ નજરે પડી રહ્યો છે. થોડા જ કલાકોમાં તેઓ મુંબઇ પહોંચી જશે તેમ માનવામાં આવે છે. મુંબઈના સુપ્રસિદ્ધ આઝાદ મેદાન ખાતે ખેડૂતોની આવતીકાલે જબરજસ્ત રેલી યોજાશે.

(5:12 pm IST)