મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

આઝાદીના ઇતિહાસમાં પ્રથમવખત બીટિંગ રિટ્રીટ સમારોહમાંથી હવે હટાવાઈ ગાંધીજીની પ્રિય ધૂન

1950થી અબાઈડ વિથ મી ધૂન વગાડવામાં આવતી હતી, હવે વાગશે એ મેરે વતન કે લોગોં

 

નવી દિલ્હી :  આઝાદીના ઈતિહાસમાં પહેલી વાર આ વખતના ગણતંત્ર દિવસ સમારોહના સમાપનના પ્રતિક એવી બીટિંગ રિટ્રીટ સેરેમની (સમારોહ)માંથી  મહાત્મા ગાંધીના પ્રિય ભજનની ધૂન અબાઈડ વિથ મી સાંભળવામાં નહીં. સત્તાવાળાઓ દ્વારા આ ધૂનને હટાવાઈ છે. બીટિંગ રિટ્રીટ સેરેમની  માટે 26 ધૂનની યાદી બનાવાઈ છે જેમાં અબાઈડ વીથ મીનો સમાવેશ કરાયો નથી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિના એક દિવસ પહેલા એટલે કે 29 જાન્યુઆરી યોજનાર  બીટિંગ રિટ્રીટ સેરેમનીના અંતમાં આ ધૂન વગાડવામાં આવી હતી 

950થી અત્યાર સુધી આ ધૂન બીટિંગ રિટ્રીટ સમારોહમાં વગાડવામાં આવી રહી હતી પરંતુ 2020માં પહેલી વાર તેને હટાવી દેવાઈ. આ મુદ્દે ઘણો વિવાદ થયા બાદ 2021માં તેને ફરી વાર સમારોહમા સામેલ કરવામાં આવી હતી. પરંતુ હવે બીજી વાર તેને સમારોહમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય સેના વતી શનિવારે આખા કાર્યક્રમની રુપરેખા જાહેર કરવામાં આવી હતી જેમાં આ ધુનનો ઉલ્લેખ નથી

દુનિયામાં મશહૂર અબાઈડ વિથ મી ભજનને સ્કોટિશ કવિ હેનરી ફ્રાંસિસે 1847માં લખ્યું હતું. વર્લ્ડ વોર-1માં તેની ધૂન ખૂબ લોકપ્રિય બની હતી. ભારતમાં મહાત્મા ગાંધીએ ઘણી જગ્યાએ આ ધૂનને વગાડાઈ હતી. ગાંધીજીએ સૌથી પહેલા સાબરમતી આશ્રમમાં આ ધૂન સાંભળી હતી અને ત્યાર બાદ આ ધૂન આશ્રમની ભજનાવલિ, વૈષ્ણવ જન તો, રઘુપતિ રાઘવ રાજરામ અને લીડ કાઈન્ડલી લાઈટની સાથે સામેલ થઈ હતી. 

બીટિંગ રિટ્રીટ અઠવાડિયા સુધી ચાલનાર ગણતંત્ર દિવસ સમારોહના સમાપનનું પ્રતિક છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ સેનાઓને તેમની બેરેકમાં પાછા ફરવાની મંજૂરી આપે છે. આની સાથે ગણતંત્ર દિવસ સમારોહનું સમાપન થાય છે. પહેલા 24 જાન્યુઆરીએ આ શરુ થતી હતી પરંતુ આ વખતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ એટલે કે 23 જાન્યુઆરીથી તેની શરુઆત થશે. 

આ વખતની બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં દેશભક્તિથી ભરપૂર હિંદી ગીત એ મેરે વતન કે લોગોં વગાડવામાં આવશે. કુલ 26 ધૂનની પસંદગી કરાઈ છે જેમાં મહાત્મા ગાંધીની પ્રિય ધૂનને બાકાત રખાઈ છે. આઝાદીના ઈતિહાસમાં પહેલી વાર આવું થયું છે. 

(9:48 pm IST)