મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ઇન્ડોનેશિયાનું પાટનગર બદલાયું : નવી રાજધાની નુસંતારાનો હિંદુ- ઇતિહાસ સાથે છે નિકટનો સંબંધ

૨૦૧૯માં જ રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ અંગે ઘોષણા કરી હતી પરંતુ કોવિડને લીધે તેમાં વાર લાગી

ઇન્ડોનેશિયાની સંસદે દેશનું પાટનગર જાકાર્તાથી ફેરવી નુસંતારા લઈ જવા માટેનો કાનૂન પસાર કર્યો છે. વાસ્તવમાં ૨૦૧૯માં જ રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ અંગે ઘોષણા કરી હતી પરંતુ કોવિડને લીધે તેમાં વાર લાગી છે

આ નવા પાટનગરને હિન્દૂ- ઇતિહાસ સાથે નિકટનો સંબંધ છે તેવા સ્પષ્ટ ઉલ્લેખો પણ મળી આવ્યા છે કે મજામહિત નામક સામ્રાજ્ય ૧૨૯૩- ૧૫૨૭ સુધી ત્યાં (ઇન્ડોનેશિયા)માં ફેલાયેલું હતું. તે હિન્દૂ સામ્રાજ્ય હતું તેના એક સમ્રાટ હ્યામ વુરૂકે શપથ લીધા હતા કે જ્યાં સુધી તે નુસંતારા નહી જીતે ત્યાં સુધી મસાલા નહી ખાય. તે સમયે ત્યાં ગજર-માડા નામનું એક રાષ્ટ્રનાયક પણ હતા તેઓ આજે પણ ઇન્ડોનેશિયા માટે પ્રેરણાદાયક વિભૂતિ બની રહ્યા છે. ડચ શાસન સામે આ મલેશિયા (ઇન્ડોનેશિયા)એ વિપ્લવ પોકાર્યો ત્યારે ગજહ-માડા વિપ્લવીઓના પ્રેરણા સ્રોત બની રહ્યા હતા.

આ મજામહિત સામ્રાજ્ય સમગ્ર દ.પૂ. એશિયા પર ફેલાયેલું હતું. તે વર્તમાન સિંગાપુર, મલેેશિયા, બુ્રનેઈ, દક્ષિણ થાઇલેન્ડ અને તિમોર અને દ. પશ્ચિમ ફીલીપાઇન્સ સુધી પ્રસરેલું હતું. આ સામ્રાજ્યને કંબોડીયા (કંમ્બોજ), દ. બર્મા અને વિયેતનામ સાથે પણ સંપર્ક હતો.

અત્યારે તો ઇન્ડોનેશિયા દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ ત્યાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મને પણ તેટલું જ માન અપાય છે. બાલી, સુલાવેસી, મધ્ય કાલીમંતજા તથા દ. સુમાત્રામાં મોટા પ્રમાણમાં હિન્દુઓ વસે છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયાનું રાષ્ટ્ર ચિન્હ જ ગરૂડ છે તે ભગવાન વિષ્ણુનું વાહન ગણાય છે તે સર્વવિદિત છે.

રાષ્ટ્રપતિ વિડોડો આ શહેર જ શા માટે પસંદ કર્યું તે જાણવું રસપ્રદ બનશે કે નુસંતારા એક જાવાનીઝ શબ્દ છે. જેનો ઇન્ડોનેશિયાઈ ભાષામાં અર્થ છે દ્વિપ-સમૂહ. તે બોર્નિયો ટાપુ સ્થિત કાલીમંતન (કાલી માતા ?) નામના જંગલમાં રચવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય યોજના અને વિકાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ નવું પાટનગર આશરે ૨,૫૬,૧૪૩ હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રસરેલું હશે. ઇન્ડોનેશિયા દુનિયાના ત્રીજા ક્રમાંકના સૌથી મોટા ટાપુ બોર્નિયાનો વિશાળ વિસ્તાર પર સાર્વભૌમત્વ ધરાવે છે તે ટાપુના ઉત્તરનો વિસ્તાર મલેેશિયા અને બુ્રનેઈ આવેલા છે. આ બુ્રનેઈ એક નાની એવી સલ્તનત છે તેના પાટનગર અને મુખ્ય બંદરનું નામ જ બંદર શ્રીભગવાન (બંદર શ્રી ભગવાન) છે આમ, આ સમગ્ર વિસ્તાર પર એક સમયે હિન્દુ ધર્મનો પ્રભાવ હતો તે સિદ્ધ થઈ જાય છે.

(10:36 pm IST)