મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ગેરકાયદેસર રીતે રેતી માઈનિંગમાં બધાની સંડોવણી: મારી ભૂલ કે મેં તે વખતે કાર્યવાહી નહોતી કરી : કેપ્ટન

પંજાબની ચૂંટણીના પ્રચાર વચ્ચે ગેરકાયદેસર માઈનિંગનો મુદ્દો ગરમાયો

પંજાબ ચૂંટણીમાં ગેરકાયદેસર માઈનિંગનો મુદ્દો ગરમ બની રહ્યો છે. ભાજપ સાથે કરેલા ગઠબંધન બાદ પંજાબના પૂર્વ સીએમ અમરિન્દરસિંહે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, હું સીએમ હતો ત્યારે મારી પાસે ગેરકાયદેસર રીતે રેતીના માઈનિંગનો મુદ્દો આવ્યો હતો.મેં પ્લેનમાંથી આ દ્રશ્ય જોયુ હતુ.મેં તપાસનો આદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, આ મુદ્દે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી ત્યારે મને સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે તમે આ રોકવા માટે શું કરશો ત્યારે મેં તેમને પૂછ્યુ હતુ કે, તમે જ કહો કે શું એકશન લેવાના છે.કારણકે જ્યારે એક્શન લેવાના શરુ થશે તો ઉપર સુધી તેના પડઘા પડશે.

કેપ્ટને કહ્યુ હતુ કે, સોનિયા ગાંધીને મેં કહ્યુ હતુ કે, રેતી કાઢવાના મામલામાં ઉપરથી લઈને નીચે સુધી બધાની સંડોવણી છે .મારી ભૂલ છે કે મેં તે વખતે કાર્યવાહી નહોતી કરી. તેમણે કહ્યુ હતુ કે, આ મામલામાં સીએમ ચન્નીને સવાલો પુછવાની જરુર છે.ચન્ની પણ રેતી કાઢવાના મામલામાં સામેલ છે.ઘણા સિનિયર મંત્રીઓની સંડોવણી છે.

(10:44 pm IST)