મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

જર્મનીના નૌસેના પ્રમુખે રાષ્‍ટ્રપતિ પુતિનની પ્રશંસા કરવાના બદલામાં મેળવ્‍યું રાજીનામું

- આ પ્રશંસા બાદ ચારે તરફથી આવેલા દબાવ બાદ તેમણે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે: રશિયાના રાષ્ટ્રપતિની પ્રશંસા પર રક્ષા મંત્રી ક્રિસ્ટીન લૈંબ્રેચે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા નૌસેના પ્રમુખ અચિમ શોનબૈકનું રાજીનામુ માંગી લીધુ હતું.

બર્લિનઃ નવી દિલ્હીમાં શુક્રવારે એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) ની પ્રશંસા કરવી જર્મનીના નેવી ચીફ અચિમ શોનબૈક ને ભારે પડી છે. આ પ્રશંસા બાદ ચારે તરફથી આવેલા દબાવ બાદ તેમણે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે શનિવારે મોડી રાત્રે પોતાના નૌસેના પ્રમુખનું આ પદ છોડી દીધુ છે.

શુક્રવારે નવી દિલ્હીમાં એક થિંક ટેંક કાર્યક્રમમાં જર્મનીના નેવી ચીફ કે-અચિમ શોનબૈક પણ હાજર હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી હતી. તેમનો આ પ્રશંસાવાળો વીડિયો વાયરલ થઈ ગયો ત્યારબાદ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. શોનબૈકે યૂક્રેન સંકટ  (Ukraine Crises) વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનની સાથે સંબંધ બનાવવાની વિનંતી કરી હતી.

નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં જર્મનીના નૌસેનાના પ્રમુખે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે રશિયા સન્માનનું હકદાર છે. આ સાથે તેણમે કહ્યું હતું કે કીવ ક્યારેય પણ માસ્કોથી ક્રીમિયાને પરત લેવામાં આવશે નહીં. પરંતુ આ નિવેદન બાદ તેમને પોતાની ભૂલ સમજાય અને તેમણે તત્કાલ માફી માંગતા પોતાની ટિપ્પણીને પરત લીધી હતી. ત્યારબાદ શનિવારે મોડી રાત્રે રાજીનામુ આપી દીધુ છે.

યૂક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિની પ્રશંસા પર રક્ષા મંત્રી ક્રિસ્ટીન લૈંબ્રેચે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા નૌસેના પ્રમુખ અચિમ શોનબૈકનું રાજીનામુ માંગી લીધુ હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજીનામાની માંગ બાદ શોનબૈકે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

(1:19 pm IST)