મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

અરબી સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે બોટ ઉંધી વળી

રેસ્‍કયુ દ્વારા કૂમેમ્‍બરોને બચાવ્‍યા : પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના બની છે: આ પાકિસ્તાની બોટનું નામ અલ-સીદીકિ હોવાનું સામે આવ્યુ છે:બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી

અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ (Pakistan’s boat) પલટી મારી ગઇ છે. ખરાબ હવામાન (weather)ના કારણે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ બોટમાં 16 ક્રૂ મેમ્બર સવાર હતા તેવી માહિતી છે. જેમાંથી 8 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના બની છે. સમુદ્રમાં ખરાબ હવામાન હોવાના કારણે પાકિસ્તાનની 16 ક્રૂ મેમ્બર સાથેની બોટ પલટી ગઇ છે. આ પાકિસ્તાની બોટનું નામ અલ-સીદીકિ હોવાનું સામે આવ્યુ છે. જો કે ભારતીય નેવીને આ બાબતની જાણ થતા જ તેમણે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતુ અને તાત્કાલિક સ્થળ પરથી બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી. હજુ 8 ક્રૂ મેમ્બર સમુદ્રમાં બોટ સાથે લાપતા છે.

મહત્વનું છે કે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા 23 જાન્યુઆરી 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3.0 – 3.5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તર અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. જેના પગલે માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

(1:25 pm IST)