મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

માતા વૈષ્ણોદેવી યાત્રા]ધામ ખાતે જોરદાર બરફવર્ષા: કટરામાં ૬ ડિગ્રી ઉષ્ણતામાન: મંદિર દ્વારા બરફ સાફ કરી યાત્રાળુઓ માટે રસ્તો ખોલવામાં આવ્યો

કટરા (જમ્મુ અને કાશ્મીર):  જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીના ગુફા આસપાસના વિસ્તારોમાં ૨૨ જાન્યુઆરીએ હિમવર્ષા થઈ હતી. સ્થાનિક સત્તાવાળાઓએ યાત્રાળુઓને સરળ માર્ગ પ્રદાન કરવા માટે બરફ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.  આજે ૨૩  જાન્યુઆરીએ કટરામાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે.

(3:32 pm IST)