મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ઇસ્‍ટર્ન ચીનની અેક હોટેલમાં વાઘ અને લોકો વચ્ચે માત્ર કાચની એક દીવાલ!

નેન્ટોંગમાં સેન્ડી ટ્રાઇબ ટ્રીહાઉસ હોટેલની રૂમમાંથી ઘાસમાં ફરતા સફેદ વાઘ જોઈ શકાય છે : આ હોટેલ નેન્ટોંગ ફૉરેસ્ટ સફારી પાર્ક સાથે સંલગ્ન છે. આ ઝૂમાં લગભગ ૨૦,૦૦૦ કરતાં વધુ પ્રાણીઓ છે.

નેન્ટોંગ: ઈસ્ટર્ન ચીનમાં હોટેલરૂમમાંથી બંધક બનાવેલા વાઘને જોઈ શકાય એવા ગેસ્ટરૂમને બંધ રાખવાનો આદેશ સરકારી અધિકારીઓએ આપ્યો હતો. ઍનિમલ વેલ્ફેર દ્વારા વ્યક્ત કરાયેલા ભયને ધ્યાનમાં રાખતાં આ આદેશ આપવામાં આવ્યા હતા. 

ઘાસના ઘેરામાં ફરતા સફેદ વાઘને હોટલરૂમમાંથી જોઈ શકાય છે. નેન્ટોંગમાં સેન્ડી ટ્રાઇબ ટ્રીહાઉસ હોટેલની રૂમમાંથી ઘાસમાં ફરતા સફેદ વાઘ જોઈ શકાય છે. વાઘ અને હોટેલરૂમના મહેમાનોને કાચની એક દીવાલ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. આ હોટેલ નેન્ટોંગ ફૉરેસ્ટ સફારી પાર્ક સાથે સંલગ્ન છે. આ ઝૂમાં લગભગ ૨૦,૦૦૦ કરતાં વધુ પ્રાણીઓ છે.
મીડિયાએ જણાવ્યું કે જ્યારે વાઘ કાચની એકદમ નજીક આવી જાય છે ત્યારે એ સતર્ક થઈ શકે છે. હોટેલવાળાઓએ તેમની હોટેલમાં રહેનાર મહેમાનોની સુરક્ષા માટે બ્લાસ્ટ-પ્રૂફ ગ્લાસ બેસાડ્યા છે, પરંતુ તેઓ વાઘની સુરક્ષાનું ધ્યાન રાખવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રાણીઓની સુરક્ષા માટે હોટેલવાળાઓએ બ્લાસ્ટ-પ્રૂફ ગ્લાસ બેસાડ્યા છે, જે સાઉન્ડ-પ્રૂફ ગ્લાસ નથી, જેનાથી પ્રાણીઓ વિચલિત થઈ જાય છે. 
હોટેલે જિરાફ, સિંહ અને ઝીબ્રા જોઈ શકાય એવી રૂમ ભાડે આપી છે જેમાં રહેવાસીઓ ૧ ફેબ્રુઆરીએ ચાઇનીઝ નવું વર્ષ ઊજવવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૨૨નું વર્ષ વાઘ વર્ષ તરીકે શરૂ થઈ રહ્યું છે. ચાઇના નૅશનલ રેડિયોએ જણાવ્યા અનુસાર હોટેલ ચાઇનીઝ યર ઑફ ધ ટાઇગરનો ઉપયોગ માર્કેટિંગ યુક્તિ તરીકે કરી રહી છે, જેમાં ઉજવણી પહેલાં વાઘની રૂમમાં રોકાણ માટે મહેમાનોને  પ્રોત્સાહન આપવામાં આવે છે.

(3:50 pm IST)