મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ગવર્નમેન્ટ સંસ્થા INSACOG અનુસાર ભારતમાં હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં છે ઓમિક્રોન વેરિયન્ટ

નવી દિલગી : કોવિડ-૧૯નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં છે અને મોટાભાગે મેટ્રોમાં પ્રબળ બન્યું છે. જ્યાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, એમ INSACOG એ તેના નવીનતમ બુલેટિનમાં જણાવ્યું છે.  તેણે એમ પણ કહ્યું કે BA.2 વંશ, ઓમિક્રોનનું પેટા ચેપી પ્રકારનો "બીએ.૨" વેરીએન્ટ દેશમાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળેલ છે.

INSACOG, એ તેના ૧૦ જાન્યુઆરીના બુલેટિનમાં, જે રવિવારે બહાર પાડવામાં આવ્યું હતું, જણાવ્યું હતું કે જ્યારે મોટાભાગના ઓમિક્રોન કેસ અત્યાર સુધી એસિમ્પટમેટિક અથવા હળવા પ્રકારના રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ થવા અને આઇસીયુમાં  કેસ ત્રીજી લહેરમાં હવે વધ્યા છે અને જોખમનું સ્તર યથાવત છે.

(4:02 pm IST)